મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

હવે સાબુ પણ બનશે મોંઘા : હિન્દુસ્તાન લીવર સાબુ સહીત ત્વચાની સફાઈ માટેના ઉત્પાદનોના ભાવ 2,5 ટકા વધારશે

ખર્ચમાં થયેલ વધારાના કારણે કંપની બીજીવાર ભાવમાં વધારો કરશે

નવી દિલ્હી : હિંદુસ્તાન યુનિલીવરે સ્કિન ક્લીંજિંગ ઉત્પાદનો જેવા કે તેલ અને સાબુના ઉત્પાદનોના ભાવમાં 2.5 ટકાનો વધારો કરશે. ખર્ચમાં થયેલ વધારાના કારણે કંપનીએ આ પગલું ભર્યું છે. હિન્દુસ્તાન યુનિલીવરના એક વરિષ્ઠ અધિકારીએ આ માહિતી આપી હતી. એચયુએલના ચીફ ફાઇનાન્સ અધિકારી શ્રીનિવાસ પાઠકે કહ્યું કે આ બીજી વખત છે જ્યારે કંપની આ ઉત્પાદનોના ભાવમાં વધારો કરી રહી છે. અગાઉ ડિસેમ્બર 2020માં આ ઉત્પાદનોના ભાવમાં 2.5 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.

પાઠકે નાણાકીય પરિણામો જાહેર થયા બાદ જણાવ્યું હતું કે ત્વચાની સફાઇ માટેના ઉત્પાદનોની કિંમતોમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં 2.5 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. અમે હવે તેની કિંમતમાં 2.5 ટકાનો વધારો કરી રહ્યા છીએ. સ્કિન ક્લીંજિંગ ઉત્પાદનોમાં એચયુએલ અગ્રણી કંપની છે. આ કેટેગરીના ઉત્પાદનોમાં લક્સ અને લાઇફ બોય શામેલ છે. કંપનીએ ખર્ચ વધારવાના કારણે આ પગલું ભર્યું છે. યુનિલીવરના લંડન સ્થિત મુખ્યલાયમાં કાર્યકારી ઉપાધ્યક્ષ તરીકે જઈ રહેલા પાઠકે જણાવ્યું હતું કે ખર્ચનો પ્રભાવ આશરે 7થી 9 ટકા છે પરંતુ કંપનીએ 5 ટકાની વૃદ્ધિ કરી છે.

(6:53 pm IST)