મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

યોગી સરકાર એક્શન મોડમાં : ખેડૂતોના ધરણા ખતમ કરવા તાકીદ : ગાજીપુર બોર્ડર ખાલી કરવા આદેશ: ખેડૂત નેતાઓ સામે FIR દાખલ

રાકેશ ટિકૈતે કહ્યુ - આ વૈચારિક લડાઇ છે , વૈચારિક ક્રાંતિ છે. આ વિચારથી જ ખતમ થશે, લાઠી, ડંડાથી નહી થાય

નવી દિલ્હી: 26 જાન્યુઆરીએ ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસાને લઇને દિલ્હી પોલીસ એક્શનમાં આવી છે. ગુરૂવારે પોલીસ દ્વારા કેટલાક ખેડૂત નેતાઓને નોટિસ ફટકારવામાં આવી છે. પ્રજાસત્તાક દિવસ દરમિયાન નીકળેલી રેલી વચ્ચે થયેલી હિંસામાં કેટલાક પોલીસ કર્મીઓ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુલાકાત કરી હતી. બીજી તરફ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ એક્શનમાં આવી ગયા છે. યોગીએ ખેડૂતોને ધરણા ખતમ કરવાના આદેશ જાહેર કર્યા છે. ગાજીપુર બોર્ડરને ખાલી કરવાનો કલેક્ટરે ખેડૂતોને આદેશ આપ્યો છે

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ ગાજિયાબાદના જિલ્લા અધિકારીએ ખેડૂતોને ધરણાસ્થળ ખાલી કરવાના આદેશ આપ્યા છે. મહત્વપૂર્ણ છે કે યોગી સરકારે થોડા સમય પહેલા તમામ જિલ્લા અધિકારીઓ અને પોલીસ તંત્રને ધરણા ખતમ કરવાના આદેશ આપ્યા હતા

યુપીના કેટલાક શહેરમાં કૃષિ કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલન છેલ્લા 2 મહિનાથી ચાલી રહ્યુ હતું. 26 જાન્યુઆરીએ દિલ્હીમાં થયેલી હિંસા બાદ ખેડૂતોનું આંદોલન પર દાગ લાગ્યો હતો અને કેટલાક સવાલ ઉભા થયા હતા. ટ્રેક્ટર પરેડ દરમિયાન થયેલી હિંસા બાદથી ખેડૂત નેતાઓ નિશાના પર છે. કેટલાક ખેડૂત નેતાઓ સામે FIR દાખલ થઇ છે

ખેડૂત નેતા રાકેશ ટિકૈતે કહ્યુ કે, જો સરકારને આ આંદોલન ચાલવા નથી દેવુ તો અહીથી અમારી ધરપકડ કરે, તે તમામ ટ્રેક્ટર સવાર ખેડૂતોનો આભાર જે અહી આ્યા, તેમણે જે રૂટ આપવામાં આવ્યો હતો, તે ખેડૂતોને દિલ્હીના ચક્રવ્યૂહમાં ફસાવવામાં આવ્યા. રાકેશ ટિકૈતે કહ્યુ કે જેમણે ઉંધા-સીધા ટ્રેક્ટર ગુમાવ્યા તેમનો અમારી સાથે કોઇ સબંધ નથી. ટિકૈતે કહ્યુ કે હિંસાનો શબ્દ અમારી ડિક્શનેરીમાં ના છે અને ના રહેશે. લાલ કિલ્લામાં જે કઇ પણ થયુ તેનાથી આંદોલનને તોડવાનું ષડયંત્ર રચવામાં આવ્યુ. તંત્ર પોતાની ચાલમાં સફળ થઇ ગયુ. જે જથ્થો ત્યા પહોચ્યો હતો, તેમણે પોલીસ બેરિકેડિંગ પર ના રોકવામાં આવ્યા. અધિકારીઓ સાથે વાતચીત બાદ તેમણે જવા દેવામાં આવ્યા, તેમની ધાર્મિક ભાવનાઓને ભડકાવીને એક ધાર્મિક ધ્વજ ફરકાવવામાં આવ્યો. લાલ કિલ્લા પર જે ગયુ તેની તસવીર કોની સાથે છે. રાકેશ ટિકૈતે કહ્યુ કે આ વૈચારિક લડાઇ છે, વૈચારિક ક્રાંતિ છે. આ વિચારથી જ ખતમ થશે, લાઠી, ડંડાથી નહી થાય. 

(6:34 pm IST)