મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

લાલ કિલ્લામાં તિરંગાનું અપમાન સહન નહીં કરીઍઃ દિલ્હીમાં હિંસા બાદ તાત્કાલીક હાઇવે ખાલી કરાવવા હિન્દુ સેના સંગઠન અને સ્થાનિક નાગરિકો દ્વારા રાષ્ટ્રધ્વજ સાથે પ્રદર્શન

દિલ્હીના સિંઘુ બોર્ડર પર છેલ્લા અંદાજિત 2 મહિનાથી આંદોલન કરી રહેલા ખેડૂત સંગઠનો વિરૂદ્ધ ગુરૂવરે ગામલોકો રોડ પર ઉતરી આવ્યા.લાલ કિલ્લામાં થયેલી હિંસાને લઇને ગામલોકોમાં નારાજગી દેખાઇ, પ્રદર્શનકારીઓને માંગ કરી છે કે તાત્કાલિક હાઈવે ખાલી કરવામાં આવે. ખેડૂત આંદોલન વિરૂદ્ધ પ્રદર્શન કરનારા હિંદુ સેના સંગઠન અને સ્થાનિક નાગરિક હતા, જે તિરંગાની સાથે આવ્યા હતા.

પ્રદર્શનકારીઓએ કહ્યું કે, લાલ કિલ્લામાં તિરંગાનું અપમાન કરવામાં આવ્યું, જે અમે લોકો નહીં સહિએ. અમે અત્યાર સુધી અહીં પ્રદર્શન કરી રહેલા ખેડૂતોની મદદ કરી રહ્યા હતા, પરંતુ ગણતંત્ર દિવસે જે ઘટના બની તેનાથી ઘણા નારાજ છે.

ખેડૂતોએ પણ કરી નારેબાજી

 જ્યારે ગામલોકો તરફથી અહીં પ્રદર્શન કરવામાં આવ્યું તો ખેડૂત પ્રદર્શનકારીઓએ પણ નારેબાજી શરૂ કરી દીધી. ખેડૂતો તરફથી જય જવાન જય કિસાનના નારા લગાવવામાં આવ્યા. એક એવો સમય પણ આવ્યો જ્યારે નારેબાજી કરનારા બન્ને પક્ષ આમને સામને આવી ગયા. જોકે, કેટલાક સમય બાદ જ સ્થાનિક પ્રદર્શનકારી પરત ફર્યા.

તમને જણાવી દઇએ કે ગણતંત્ર દિવસ દરમિયાન હિંસા બાદ જ અલગ અલગ પ્રદર્શનસ્થળ પર સુરક્ષાને વધારી દેવામાં આવી છે, તેવામાં જે લોકો પ્રદર્શન કરવા આવ્યા તેઓ પણ કેટલાક દૂર સુધી જ પ્રદર્શન કરી રહ્યા હતા.

લાલ કિલ્લા પર થેયલી હિંસા દરમિયાન ઉપદ્રવિઓ દ્વારા ઝંડો ફરકાવવામાં આવ્યો, આ દરમિયાન આરોપ લાગ્યા કે ત્યાં તિરંગાનું અપમાન કરવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે લાલ કિલ્લા હિંસાને લઇને ફરિયાદ પણ દાખલ કરી છે, જ્યારે કેન્દ્રીય ગૃહ મંત્રાલયને પણ રિપોર્ટ આપવામાં આવી રહી છે.

(5:16 pm IST)