News of Thursday, 28th January 2021
એન્જીનીયરીંગની ફી ભરવા વિદ્યાર્થીની કરે છે મજુરી
ભુવનેશ્વરઃ ઓડીશાના પુરી જીલ્લાની રહેવાસી અને ૨૦ વર્ષીય એન્જીનીયરીંગની વિદ્યાથીની લોજી બેહરાએ ફી ભરવા માટે મનરેગા હેઠળ મજુરી કરી રહી છે. ૨૪ હજારની ફી ભરવા તે રોજ માટી ઉઠાવી એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જાય છે. જેના તેને ૨૦૭ રૂપીયા મળે છે. લોજી એક ગરીબ પરિવારથી છે. તેને ૪ બહેનો પણ છે, તેવામાં બધી જવાબદારીઓ પુરી કરવા લોજીએ ફી ભરવા માટે મજુરી કરવી પડી રહી છે.
(3:16 pm IST)