મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

ગોમતીમાં નાહીને નિકળતી સ્ત્રીઓ ગોળકુંડાળુ વાળીને કપડા બદલે છે !

ચારધામ પૈકી એક દ્વારકા યાત્રાધામ છતા કરૂણતાઃ મેઇન ગેઇટમાં ત્રણમાંથી બે દરવાજા પણ બંધ હોઇ યાત્રાળુઓ પરેશાનઃ પુનમના લીધે ભીડ થતા તંત્રના લીધે સોશ્યલ ડીસ્ટન્સ પણ ન રહું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા.ર૮ : જગત મંદિર તરીકે ચારધામ ભારતના પૈકીનું એક એવું દ્વારકાનું મંદિર જયા પોસીપુનમના દિને હજારો ભાવિકો ગોમતી સ્નાનમાં ઉમટયા હતા ત્યારે ઘાટ પરના દ્રશ્યો જોઇને કરોડો ખર્ચીને વિકાસ કાર્યો કરતા તંત્ર સામે પ્રશ્નાર્થ ઉભો થઇ જાય !!!

પાંચથી છ હજાર ભાવિકો પોસીપુનમમાં સ્નાન કરવા આવ્યા પણ સ્ત્રીઓ સ્નાન કરીને કપડા કયાં બદલે ? કોઇ વ્યવસ્થા જ ઘાટ પર નથી !! વૃદ્ધ અનેગામડાની સ્ત્રીઓ જાહેરમાં કપડા બદલતી હોય અને યુવાન શહેરી સ્ત્રી આઠદશ સ્ત્રીઓ કુંડાળુ કરે અને પોતે વચ્ચમાં જઇ કપડા બદલે !!

અગાઉ એચ.ડી.એફ.સી.બેંક દ્વારા ઓરડીઓ લાકડાની બનાવાઇ હતી પણ તે તુટી જતા દીવાલ પાસે મહીલાઓ કુંડાળુ કરીને કપડા બદલે છે !! કરોડોની વાર્ષિક આવક વાળા તંત્ર પાસે સ્ત્રીઓની આબરૂ ઉઘાડી થાય તેવા દ્રશ્યો પણ જોઇ નહી શકાતા હોય !!

દાતાઓ પણ આ માટે તત્પર હોય પણ જો તંત્ર સંકલન કરે તો ?

તહેવારોમાં હજારો લોકો નાહવા આવતા હોય મહીલાઓને ભારે ક્ષોભજનક  સ્થિતીમાં મુકાવુ પડે છે તંત્ર ઉંઘમાંથી જાગશે ??

વહીવટી તંત્રની અણ આવડત તથા સરકારી તંત્રોના સંકલનના અભાવથી સ્થિતિ એવી થાય છે કે યાત્રાળુઓએ પરેશાની જ ભોગવવાની મુખ્ય દ્વારકાધીશ મંદિરના ગેઇટ પર પ્રવેશ માટે ત્રણ દરવાજા છે પણ એક મેઇન  દરવાજો વિવાદ હોય તથા મેઇન બજારમાં પડતો હોય બંધ જ કરી દેવામાં આવેલો છે જયારે બીજો અને ત્રીજો દરવાજો ચાલુ હતા તેમાં પણ બે દિવસથી બે નંબરનો દરવાજો સમારકામના સંદર્ભેમાં બંધ હોય બે દિવસની ભારે ભીડ ત્રણમાંથી એકજ ગેઇટ ખુલ્લો હોય થઇ હતી જેમાં પુનમનો દિવસ હોય ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા તથા કતારો થતાં સોશ્યલ ડિસ્ટન્સની સ્થિતિ બગડી ગઇ હતી.

મંદિરના ડી. વાય. એસ. પી. સમીર સારડા  સવારે પાંચ વાગ્યે જ મંદિર વિસ્તારમં બંદોબસ્ત માટે પહોંચી ગયા હતા તથા પોષી પુનમ હોય ગોમતીમાં ન્હવા માટે હજારો ભાવિકો ઉમટી પડતા તેમની સલામતી માટે વ્યવસ્થા ગોઠવી હતી તથા ગલીઓમાંથી તસ્કરો માલ-સામાનના ચોરે તે માટે ગલીઓ બ્લોક કરી દીધી હતી તથા પ૬ સીડી તરફ વધુ ટ્રાફીક હોય ત્યાં ખાસ વ્યવસ્થા ગોઠવી છે.

હાલ જે સામાન ઘર અંદર ખુલે છે તે બહારથી ખુલે તથા લોકોની ભીડ ના થાય તે માટે  બેનંબરના દરવાજાથી એન્ટ્રી એક નંબરમાંથી એકિઝીટ થાય તેવી વ્યવસ્થા કરવા માટે તંત્ર દ્વારા આયોજન હાથ ધરાયાનું ડીવાયએસપી શ્રી સારડાએ  જણાવ્યું હતું.

દ્વારકાધીશના મંદિરે સારી રીતે દર્શન થઇ શકે તથા ભાવિકોની ખોટી ભીડ ના થાય તથા ટ્રાફિક ખોટો ના થાય તે માટે જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્દ્રકુમાર મીના તથા દ્વારકા પ્રાંતશ્રી નિહાર ભેટારીયાએ પણ પ્રયત્નો હાથ ધર્યા છે.... !! 

(1:03 pm IST)