મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

શાહીન બાગ, જામીયા મીલીયા, જેએનયુ બાદ વર્તમાન ખેડુત આંદોલનમાં સશસ્ત્ર હુમલાખોરોને કોણે ઘુસવા દીધા?

ભડકાઉ બયાનો, વિડીયો, સંદેશાથી ઉશ્કેરાતા પહેલા આ પ્રશ્નોનો જવાબ મેળવો...

નવી દિલ્હી, તા., ર૭: આપણા દેશનું વર્તમાન રાજકારણ અત્યંત નિમ્ન સ્તરે જઇ રહયું છે. લોકશાહીમાં વિરોધ પ્રદર્શીત કરવો, પ્રશ્નો પુછવાને કોઇ સ્થાન નથી. અમે કહીએ, અમે કરીએ, તે જ સાચુનો અઘોષીત હુકમ  ચારેકોર ગુંજી રહયો હોવાનું વિચારકો માની રહયા છે. મહિનાઓથી શાંતિપુર્ણ રીતે ચાલી રહેલા ખેડુતના વિરોધ પ્રદર્શનને માત્ર ભારતમાં જ નહિ પરંતુ વૈશ્વિક સ્તરે વખાણાઇ રહયું છે ત્યારે તાજેતરમાં અમેરીકન સંસદ પર થયેલા ન ભુતો ન ભવિષ્ય જેવા હુમલાની ઘટનાનું પરિવર્તન થાય તેવું કોણ ઇચ્છી રહયું છે? સતાધીશો, વિપક્ષો, ખેડુતો, કેે દેશવિરોધી તત્વો તે પ્રશ્ન વેધક બન્યો છે.

ગયા વર્ષે જયારે શાહીનબાગમાં સીએએ વિરોધી પ્રદર્શન કાર્યોને વ્યાપક જનસમર્થન મળવા લાગ્યું ત્યારે તેમાંઘુસીને ગોળી ચલાવવાવાળુ કોણ હતું? તેને કોણે પોતાની પાર્ટીનો સભ્ય બનાવ્યો? જામીયા મીલીયાના વિદ્યાર્થીઓ ઉપર ગોળી ચલાવતા છોકરાને કોણ ચુપચાપ નિહાળી રહયું હતું? જેએનયુની અંદર સશસ્ત્ર હુમલાખોરોને કોણે જવા દીધા? અને કાલે લાલ કિલ્લા ઉપર પોલીસની ભારે સંખ્યામાં ઉપસ્થિતિ વચ્ચે કિસાનો કેવી રીતે ઘુસ્યા? તે કોણ હતા? તસ્વીરો શું કહી રહી છે? શું તેમને ઓળખવા મુશ્કેલ છે? જો આઇટીઓ ઉપર તોફાની કિસાનો ઉપર અશ્રુવાયુ છોડવામાં આવ્યો તો લાલ કિલ્લામાં ઘુસેલા કિસાનો સામે કેમ કોઇ કાર્યવાહી ન કરવામાં આવી? વિડીયોમાં તમે પોલીસ વાળાઓને શાંતિથી ઉભેલા અને ઝંડા લહેરાવતા ખેડુતોને શાંતિથી નિહાળી રહેલા જોઇ શકો છો. સરકાર અને પ્રશાસનની કોઇ જવાબદારી હોય છેકે નહિ?

ખેડુતો વચ્ચે ખાલીસ્તાની ઘુસ્યા હતા તો ગુપ્તચર એજન્સીઓથી લઇ ગૃહ મંત્રાલય શું કરી રહયું હતું? આ નિષ્ફળતા કિસાન નેતાઓની હતી કે સરકાર અને પ્રશાસનની? દિલ્હીમાં પોલીસ કોને આધીન છે?

આજે જે થયુ તેનાથી કોને ફાયદો અને કોને નુકશાન થયું? કિસાનોને મળી રહેલું જનસમર્થન વિરોધમાં બદલાવવા લાગે એવું કોણ ઇચ્છતું હતું અને આવી કોશીષ કોણ કરી રહયું હતું? આ બધા સવાલોને જરૂર પુછો.

ભડકાઉ બયાનો, વિડીયો, સંદેશાથી ઉશ્કેરાતા પહેલા આ સવાલોનો જવાબ મેળવવાની કોશીષ જરૂર કરો.

(11:35 am IST)