મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

હવે ખેડૂત આંદોલનનો વીંટો વળી જશે?

લાલ કિલ્લાને અભડાવવાનું કામ કર્યુ કહેવાતા ખેડૂતપુત્રોએ, એટલું નક્કી, ખેડૂતોના આંદોલનને હવે હિંસાનું ગ્રહણ લાગી ગયું છે ને તેમનો ચાર આંગળ ઊંચા રથનો દાવો ભાંગીનો ભુક્કો થઈ ગયો છે

નવી દિલ્હી, તા.૨૮: પ્રજાસત્તાક દિને ટેન્ક રેલી સામે ખેડૂતોની ટ્રેકટર રેલીમાં થયેલી હિંસા પછી આક્ષેપ અને પ્રતિઆક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. મૂળમાં પ્રશ્ન એ છે કે આ હિંસા ખરેખર કરાવી કોણે? શું આમાં કિસાનોનો જ હાથ હતો કે પછી બહારનાં કોઈ પરિબળો કામ કરી ગયાં? કોંગ્રેસી નેતાઓએ તો ખાલિસ્તાનીઓનું નામ લીધું છે. લાલ કિલ્લાને અભડાવવાનું કામ કર્યું કહેવાતા ખેડૂતપુત્રોએ. એટલું નક્કી, ખેડૂતોના આંદોલનને હવે હિંસાનું ગ્રહણ લાગી ગયું છે ને તેમનો ચાર આંગળ ઊંચા રથનો દાવો ભાંગીનો ભુક્કો થઈ ગયો છે. આ સાથે આંદોલનથી અમુક કિસાન સંગઠનોએ છેડો ફાડી નાખ્યો છે અને આને કારણે ગઈ કાલે દિલ્હીમાં અનેક સ્થળેથી આંદોલનકારી ખેડૂતોના તંબુઓ સમેટાવા લાગ્યા હતા. શું આંદોલનનો વીંટો વળી ગયો એમ સમજવું?

(11:32 am IST)