મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

યુપીના બાગપતમાં કૃષિ કાયદાનો વિરોધ કરતા ખેડૂતોને પોલીસે મધરાત્રે હટાવ્યા : તંબુ પાડ્યા

છેલ્લા 40 દિવસથી ધરણામાં હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠા હતા

ઉત્તર પ્રદેશના બાગપતમાં કૃષિ કાયદાઓની વિરોધમાં છેલ્લા 40 દિવસથી ચાલી રહેલા ધરણાને પોલીસ પ્રશાસને બુધવારે અડધી રાત્રે ખત્મ કરી દીધા. ડીએમ એન એસપીના નિર્દશથી પોલીસે હળવા બળ પ્રયોગની મદદથી ધરણા સ્થળ પર ઉપસ્થિત ખેડૂતોને હટાવ્યા હતા. નેશનલ હાઇવે 709b પર ચાલી રહેલા ધરણામાં હજારોની સંખ્યામાં ખેડૂતો બેઠા હતા, જેમને પોલીસે ધરણા સ્થળથી દૂર કરી પરત ઘરે મોકલી દીધાહતા

એડીએમ બાગપત અમિત કુમારના જણાવ્યા મુજબ, આ ખેડૂતોએ છેલ્લા ઘણા દિવસથી નેશનલ હાઈવેની એક સાઇડ જામ કરી દીધી હતી. આજે NHIએ હાઈવે ખાલી કરાવવાને લઈ જિલ્લા પ્રશાસનને પત્ર લખ્યો હતો. તે પત્ર પર કાર્યવાહી કરતાં પોલીસ પ્રશાસને હાઇવે ખાલી કરાવ્યો છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, બાગપતના બડૌતમાં છેલ્લા 40 દિવસથી નેશનલ હાઇવે 709b પર ખેડૂત યૂનિયન અને ખાપ ચૌધરીઓ ધરણા પર બેઠા હતા. જિલ્લા પ્રશાસને અનેકવાર ધરણા સમાપ્ત કરવા માટે સમજાવટનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં કોઈ સફળતા નહોતી મળી. આજે એસપી બાગપત અભિષેક કુમાર અને ડીએમ રાજકમલ યાદવના નેતૃત્વમાં ભારે પોલીસ દળ ધરણા સ્થળે પહોંચ્યું અને હળવો બળ પ્રયોગ કરીને ખેડૂતોના ધરણા ખતમ કરાવી દીધા હતા

આ દરમિયાન પ્રશાસને હાઇવે પર ઊભા કરવામાં આવેલા ખેડૂતોના તંબુ પાડી દીધા અને ધરણા સ્થળ પર રાખવામાં આવેલા ટ્રેક્ટરમાં ભરીને પરત મોકલી દીધા હતા.

(10:33 am IST)