મુખ્ય સમાચાર
News of Thursday, 28th January 2021

WHOના વિશેષ દૂતની ચેતવણી

હજુ કોરોના વાયરસમાં આવશે વધુ મ્યુટેશન

લંડન તા. ૨૮ : WHOના વિશેષ દૂત ડેવિડ નબારોનો મોટો દાવો છે કે હજુ પણ કોરોના વાયરસના હજુ પણ અનેક પ્રકાર સામે આવી શકે છે. લોકોએ કોરોના વાયરસના વધુ મ્યૂટેશન જોવા માટે તૈયાર રહેવું પડશે. હાલમાં યુકે અને દક્ષિણ આફ્રિકામાં વધુ સંક્રમિત સ્ટ્રેન સામે આવ્યો છે.

મળતી માહિતી અનુસાર નબારોએ કહ્યું કે વૈજ્ઞાનિક યૂનાઈટેડ કિંગડમમાં સામે આવેલા કોરોનાના નવા પ્રકારને તપાસી રહ્યા છે. મૂળ વાયરસથી તે ૭૦ ટકા વધારે પ્રભાવી હોવાનું જણાઈ રહ્યું છે જો તે હાલમાં આ સ્ટ્રેનના કારણે વધારે ઘાતક બીમારી કે મૃત્યુદરમાં વધારો થવાના સંકેત મળ્યા નથી. યૂકે અને દક્ષિણ આયપ્રિકામાં અધિક સંક્રામક સ્ટ્રેન સામે આવી રહ્યા છે.

આખી દુનિયામાં કોરોનાના કેસની સંખ્યા ૧૦ કરોડને પાર થઈ છે. દુનિયાની ૧.૩ ટકા આબાદી કોરોના વાયરસથી સંક્રમિત છે અને ૨૧ લાખ લોકોના જીવલેણ બીમારીથી મોત થયા છે. વર્ષની  શરૂઆતથી દર ૭.૭ સેકન્ડે એક વ્યકિત કોરોના સંક્રમિત થઈ રહ્યો છે. પાંચ કરોડ કેસ થવામાં જયાં ૧૧ મહિના લાગ્યાં ત્યાં આ સંખ્યા બમણી થવામાં ફકત ૩ મહિનાનો સમય લાગ્યો હતો.

ટનમાં કોરોના વાયરસથી થતા મોતની સંખ્યા ૧ લાખને પાર થઈ ચૂકી છે. છેલ્લા ૭ વર્ષોમાં દેશમાં કોરોનાથી થતા દૈનિક મોતનું પ્રમાણ એક હજારથી વધારે રહ્યું છે. પીએમ બોરિસ જોનસને કહ્યું કે આ મહામારી સામે લડવામાં સરકારના પગલાં જવાબદારી લે છે. તેઓએ કહ્યું કે હું જે કરી શકતો હતો તે મેં કર્યું છે. હું કોરોનાનો શિકાર થનારા દરેક વ્યકિતના મોતને માટે ક્ષમા માંગું છું.

(10:01 am IST)