મુખ્ય સમાચાર
News of Tuesday, 28th January 2020

ગેંગસ્ટર ઇકબાલ મિરચી કેસ : EDએ મની લોન્ડરિંગ કેસમાં DHFLના પ્રમોટર કપિલ વાધવાનની ધરપકડ

એક જૂના કેસમાં ગેંગસ્ટર ઇકબાલ મિરચી સાથે કપિલના સંબંધો હતા

મુંબઇઃ મની લોન્ડરિંગના એક કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મોટી કાર્યવાહી કરી છે, દિવાન હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ કંપનીના સીએમડી કપિલ વાધવાનની ધરપકડ કરી લેવામાં આવી છે, તેઓએ પૂછપરછમાં સહયોગ આપ્યો ન હતો, જેથી તેમની ધરપકડ કરવામાં આવી છે, એક જૂના કેસમાં ગેંગસ્ટર ઇકબાલ મિરચી સાથે કપિલના સંબંધો હતા અને ઇડી મિરચીના જે કેસની તપાસ કરી રહી હતી, તેમાં વાધવાનની સંડોવણી બહાર આવી હતી.

ઇકબાલ મિરચીએ મુંબઇમાં કરોડો રૂપિયાની મિલકતો ખરીદી હતી, જે બે નંબરના રૂપિયામાંથી ખરીદવામાં આવી હોવાનું ઇડીની તપાસમાં સામે આવ્યું છે, જેમાં વાધવાન પણ આરોપી છે, જેથી તેમની ધરપકડ કરાઇ છે, આ કેસમાં હજુ મોટા માથાઓની સંડોવણી બહાર આવે તેવી શક્યતા છે.

(12:56 pm IST)