મુખ્ય સમાચાર
News of Sunday, 27th December 2020

નિવૃત્તિ પછી પણ જો કર્મચારી સરકારી આવાસ ખાલી ન કરે તો તેની ગ્રેચ્યુઈટી માંથી ભાડું અને દંડ વસુલ કરી શકાય છે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

ન્યુદિલ્હી : નિવૃત્તિ પછી પણ જો કર્મચારી સરકારી આવાસ ખાલી ન કરે તો તેની ગ્રેચ્યુઈટી માંથી ભાડું અને દંડ વસુલ કરી શકાય છે તેવો ચુકાદો તાજેતરમાં સુપ્રીમ કોર્ટએ આપ્યો છે.

આ અગાઉ 2017 ની સાલમાં ગ્રેચ્યુઈટી માંથી સરકારી આવાસની માત્ર ભાડાની   રકમ વસુલ કરવા જણાવી તેના ઉપર દંડ વસૂલવા માટે  સુપ્રીમ કોર્ટએ રોક લગાવી હતી. જે મુજબ ચડત ભાડા ઉપર દંડ લેવાની મનાઈ ફરમાવી હતી. જેના અનુસંધાને નામદાર કોર્ટએ જણાવ્યું હતું કે અગાઉનો નિર્ણય કાયદો નથી બની જતો.દરેક કેસમાં તેની યોગ્યતા અયોગ્યતા મુજબ નિર્ણય લેવાનો હોય છે.

સાથોસાથ નામદાર કોર્ટએ 2005 ની સાલનો ચુકાદો યાદ દેવડાવ્યો હતો જે અંતર્ગત ગ્રેચ્યુઈટી માંથી ચડત ભાડું ઉપરાંત તેના ઉપર દંડ પણ વસુલવાની મંજૂરી આપી હતી.તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)