મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

ટંકારા પંથકમાં ૧૦ વર્ષના બાળક પર ૪ કિશોરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડીયો વાયરલ કર્યો : વાલસોયા પરના કુત્યની જાણ પિતાને થતા પોલીસ ફરિયાદ : ચકચાર

આશરે ૧૫ થી ૧૮ વર્ષ ના કિશોરોએ ૧૦ વર્ષના બાળક સાથે ચાર વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું: ફરિયાદના પગલે મોરબી એલ સી બી અને ટંકારા પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા

ટંકારા પંથકમાં ૧૦ વર્ષના બાળક પર ૪ કિશોરોએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી વિડીયો વાયરલ કર્યો હોવાનો કિસ્સો બહાર આવ્યો છે પોતાના વાલસોયા પરના કુત્યની જાણ પિતાને થતા પોલીસ ફરિયાદ નોંધાવી છે આ મામલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર જાગી છે

 જાણવા મળ્યા મુજબ આશરે ૧૫ થી ૧૮ વર્ષ ના કિશોરોએ ૧૦ વર્ષના બાળક સાથે ચાર વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું પોલીસ ફરિયાદના પગલે મોરબી એલ સી બી અને ટંકારા પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે

(8:04 pm IST)