મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

સિડનીમાં પ્રથમ વન ડેમાં ભારતનો પરાજય: ઓસ્ટ્રેલિયાએ 66 રને હરાવ્યું

એરોન ફ્રિન્સ અને સ્ટીવન સ્મિથે શાનદાર સદી ફટકારી : ઓસીઝના 374 રનના જવાબમાં ભારત 308 રન કરી શકી : હાર્દિક પંડ્યા અને શિખર ધવને અડધી સદી ફટકારી ટીમને મોટી હારમાંથી બચાવી :શમીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી

સિડની : ઓસ્ટ્રેલિયાએ ત્રણ મેચની વન ડે સિરીઝની સિડનીમાં રમાયેલી પ્રથમ મેચમાં ભારતને 66 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 374 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ 50 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 308 રન જ બનાવી શકી હતી.

   ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 374 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે કેપ્ટન ઇનિંગ્સ રમતા 124 બોલમાં 2 સિક્સર અને 9 ફોરની મદદથી 114 રન બનાવ્યા હતા. જ્યારે સ્ટીવન સ્મિથે 66 બોલમાં 11 ફોર અને 4 સિક્સરની મદદથી આક્રમક 105 રન બનાવ્યા હતા. ડેવિડ વોર્નરે પણ 69, ગ્લેન મેક્સવેલે 19 બોલમાં 3 સિક્સર અને 5 ફોરની મદદથી 45, એલેક્સ કેરીએ 17 રનની ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ઓપનર ડેવિડ વોર્નર અને એરોન ફિન્ચે ટીમને સારી શરૂઆત અપાવી હતી અને બન્ને વચ્ચે પ્રથમ વિકેટ માટે 156 રનની ભાગીદારી નોંધાઇ હતી. વોર્નર-ફિન્ચની આ ભાગીદારીને મોહમ્મદ શમીએ તોડી હતી. ભારત તરફથી મોહમ્મદ શમીએ સૌથી વધુ 3 વિકેટ ઝડપી હતી જ્યારે બુમરાહ, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલને 1-1 વિકેટ મળી હતી.

ભારત તરફથી હાર્દિક પંડ્યા અને શિખર ધવને અડધી સદી ફટકારી ટીમને મોટી હારમાંથી બચાવી હતી. હાર્દિક પંડ્યાએ સૌથી વધુ 90 રન બનાવ્યા હતા જ્યારે શિખર ધવને 74 રનની ઇનિંગ્સ રમી હતી. ઓસ્ટ્રેલિયાના 375 રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને 53 રનના સ્કોર પર મયંક અગ્રવાલના રૂપમાં પ્રથમ વિકેટ પડી હતી. મયંક અગ્રવાલ 22 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન વિરાટ કોહલી પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહતો.

વિરાટ કોહલી 21 રન બનાવી આઉટ થયો હતો. મિડલ ઓર્ડરમાં ટીમને જીત સુધી પહોચાડવાનો દારોમદાર શ્રેયસ અય્યર અને લોકેશ રાહુલ ઉપર હતો. જોકે, આ બન્ને બેટ્સમેન પણ સસ્તામાં આઉટ થઇ ગયા હતા. શ્રેયસ અય્યર 2 જ્યારે લોકેશ રાહુલ 12 રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ ટીમને સંભાળી હતી. હાર્દિક પંડ્યાએ વન ડેનો સર્વશ્રેષ્ઠ સ્કોર કરતા 76 બોલમાં 4 સિક્સર અને 7 ફોરની મદદથી 90 રન બનાવ્યા હતા. તે બાદ રવિન્દ્ર જાડેજાએ 25 અને નવદીપ સૈનીએ અણનમ 29 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝમ્પાએ સૌથી વધુ 4 જ્યારે જોશ હેઝલવુડે 3 વિકેટ ઝડપી હતી. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી વન ડે મેચ હવે 29 ડિસેમ્બરે સિડનીમાં જ રમાશે.

 

સ્કોરબોર્ડ

ઓસ્ટ્રેલિયા ઇનિંગ્સ :

વોર્નર

કો. રાહુલ બો. સામી

૬૯

ફિન્ચ

કો. રાહુલ બો. બુમરાહ

૧૧૪

સ્મિથ

બો. સામી

૧૦૫

સ્ટોઇનિસ

કો. રાહુલ બો. ચહલ

૦૦

મેક્સવેલ

કો. જાડેજા બો. સામી

૪૫

લંબુસગે

કો. ધવન બો. સૈની

૦૨

કેરી

અણનમ

૧૭

કમિન્સ

અણનમ

૦૧

વધારાના

 

૨૧

કુલ

(૫૦ ઓવરમાં વિકેટે)

૩૭૪

પતન  : -૧૫૬, -૨૬૪, -૨૭૧, -૩૨૮, -૩૩૧, -૩૭૨

બોલિંગ : સામી : ૧૦--૫૯-, બુમરાહ : ૧૦--૭૩-, સૈની : ૧૦--૮૩-, ચહલ : ૧૦--૮૯-, જાડેજા : ૧૦--૬૩-

ભારત ઇનિંગ્સ :

અગ્રવાલ

કો. મેક્સવેલ બો. હેઝલવુડ

૨૨

ધવન

કો. સ્ટાર્ક બો. ઝંપા

૭૪

કોહલી

કો. ફિન્ચ બો. હેઝલવુડ

૨૧

શ્રેયસ અય્યર

કો. કેરી બો. હેઝલવુડ

૦૨

રાહુલ

કો. સ્મિથ બો. ઝંપા

૧૨

હાર્દિક પંડ્યા

કો. સ્ટાર્ક બો. ઝંપા

૯૦

જાડેજા

કો. સ્ટાર્ક બો. ઝંપા

૨૫

સૈની

અણનમ

૨૯

સામી

બો. સ્ટાર્ક

૧૩

બુમરાહ

અણનમ

૦૦

વધારાના

 

૨૦

કુલ

(૫૦ ઓવરમાં વિકેટે)

૩૦૮

 

પતન  : -૫૩, -૭૮, -૮૦, -૧૦૧, -૨૨૯, -૨૪૭, -૨૮૧, -૩૦૮

બોલિંગ : સ્ટાર્ક : --૬૫-, હેઝલવુડ : ૧૦--૫૫-, કમિન્સ : --૫૨-, ઝંપા : ૧૦--૫૪-, સ્ટોઇનિસ : .--૨૫-, મેક્સવેલ : .--૫૫-

(7:36 pm IST)