મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

પંજાબના આંદોલનકારી ખેડુતો દિલ્હીથી હટવાનુ નામ ન લેતા સરકાર દ્વારા અસ્થાયી જેલ બનાવવાની કામગીરી

નવી દિલ્હીઃ પંજાબથી ચાલેલા કિસાનોનો કાફલો હવે રાજધાની દિલ્હીની પાસે પહોંચી ગયો છે. તમામ વિઘ્નોને દૂર કરતા કિસાન આખરે દિલ્હીની નજીક પહોંચી ગયા છે. તેવામાં દિલ્હી પોલીસે પોતાની તૈયારીઓ વધારી દીધી છે. રાજધાનીમાં પોલીસ સ્ટેડિયમને અસ્થાયી જેલ બનાવવાનની તૈયારીમાં છે, તે માટે સરકારની મંજૂરી માગવામાં આવી છે

દિલ્હી પોલીસે રાજ્ય સરકારને શહેરના નવ સ્ટેડિયમને અસ્થાયી જેલમાં પરિવર્તિત કરવાની મંજૂરી માગી છે. જો દિલ્હીમાં પ્રદર્શન વધે છે તો કિસાનોને સ્થાનો પર લાવી શકાય છે

તમને જણાવી દઈએ કે પંજાબથી નિકળેલા કિસાન હરિયાણાના રસ્તે દિલ્હી આવી રહ્યાં છે. મોડી રાત્રે કિસાન પાનીપત સુધી પહોંચ્યા હતા, હવે દિલ્હી સરહદની નજીક છે. શુક્રવારે સવારે પોલીસ અને કિસાનો વચ્ચે સિંધુ બોર્ડર પર બબાલ થઈ, પોલીસે કિસાનોને પરત જવા કહ્યું હતું

પરંતુ કિસાનોએ પરત જવાનો ઇનકાર કરી દીધો છે અને દિલ્હીમાં રામલીલા મેદાન જંતર-મંતર જવા પર અડીગ છે. બીજીતરફ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે કહી દીધુ કે સરકારે કિસાનોને ત્રણ ડિસેમ્બરે વાતચીત માટે બોલાવ્યા છે. પરંતુ કિસાનોનું કહેવું છે કે તે હવે સીધા પીએમ મોદી સાથે વાત કરશે

કિસાનોના પ્રદર્શનને કારણે સરહદ પર જામની સ્થિતિ છે અને દરેક વાહનનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. પોલીસને ડર છે કે કિસાન હાવનોના નાના-નાના ગ્રુપ બનાવીને આપી શકે છે. કારણ છે કે પોલીસ કડક થઈ ગઈ છે. સિવાય કેટલાક મેટ્રો સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટને બંધ કરી દેવામાં આવ્યા છે

(5:38 pm IST)