મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

મુંબઇ હુમલાની ૧ર મી વરસી ઉપર એમેઝોન પ્રાઇમ વિડીયો ઉપર ‘મુંબઇ ડાયરીસ-૨૬/૧૧’ વેબ સીરીઝઃ પ્રથમ લુક રિલીઝ કરાયો

નવી દિલ્હીઃ 26 નવેમ્બર 2008ની તે દર્દનાક રાત દરેક ભારતીયના મગજમાં પોતાની છાપ છોડી ગઈ છે. 26/11ના મુંબઈમાં થયેલા આતંકી હુમલાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો. તે તારીખ છે જેને ભારતના ઈતિહાસમાં હંમેશા કાળો દિવસ માનવામાં આવશે. દર વર્ષે જ્યારે તારીખ આવે છે તો તે દિવસની ખરાબ યાદો ભારતીયોના મગજમાં સામે આવી જાય છે. 26/11ને લઈને અત્યાર સુધી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફિલ્મ બની ચુકી છે. હવે વિષય પર અમેઝોન પ્રાઇમ વીડિયો પણ એક નવી સિરીઝ લાવી રહ્યું છે. મુંબઈ હુમલાની 12મી વરસી પર સિરીઝનો પ્રથમ લુક રિલીઝ કરી દેવામાં આવ્યો છે. સિરીઝનું નામ 'મુંબઈ ડાયરીઝ 26/11 છે.'

સિરીઝમાં તમને કોંકણા સેન શર્મા, મોહિત રૈના, ટીના દેસાઈ અને શ્રેયા ધનવંતરી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સિરીઝમાં ડોક્ટર, નર્સો, પેરા મેડિકલ અને હોસ્પિટલ સ્ટાફની અત્યાર સુધી સાંભળેલી સ્ટોરી રજૂ કરવામાં આવશે. તેના ડાયરેક્ટર અને પ્રોડ્યૂસર છે નિખિલ અડવાણી. નિખિલ અડવાણીની સાથે નિખિલ ગોંજાલવિસે પણ તેનું દિગ્દર્શન કર્યુ છે. સિરીઝ એમેઝોન પ્રાઇમ વીડિયો પર માર્ચ 2021મા રિલીઝ થશે

40 સેકેન્ડના ફર્સ્ટ લુક વીડિયોમાં મુંબઈ તાજ હોટલ (જ્યાં હુમલો થયો હતો)થઈ લઈને ઈજાગ્રસ્ત અને દોડતી એમ્બ્યુલન્સ જોવા મળી રહી છે. સિરીઝ હોસ્પિટલમાં બનાવવામાં આવી છે. સિરીઝ તે ડોક્ટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ કર્મીઓની અજાણી કહાની જણાવે છે, જેણે મુંબઈ પર થયેલા આતંકી હુમલામાં ઈજાગ્રસ્ત લોકોનો જીવ બચાવવા માટે થાક્યા વગર કામ કર્યુ હતું. પરંતુ ફર્સ્ટ લુક વીડિયોમાં હજુ આખી સ્ટોરીને ક્લિયર કરવામાં આવી છે. માટે ટ્રેલરની રાહ જોવી પડશે

એમેઝોન પ્રાઇમ વીડિયોમાં ઈન્ડિયા ઓરિજિનલ્સના હેડ અપર્ણા પુરોહિતે કહ્યુ, આ શો મુંબઈના ક્યારેય હાર ન માનવાના જુસ્સાને સલામ કરે છે. આ શોની થીમ પર ચર્ચા કરતા નિખિલ અડવાણી કહે છે કે અમે મુંબઈના લોકો હંમેશા તે ચર્ચા કરીએ કે તે ભયાનક રાત્રે અમે ક્યાં હતા, જ્યારે આ ઘટનાએ શહેરને હલાવી દીધુ હતું. આ ઘટના પર અત્યાર સુધી ઘણા શો અને મુવી બની ચુક્યા છે, પરંતુ કોઈપણ શો કે ફિલ્મમાં આ હુમલા દરમિયાન હોસ્પિટલના પક્ષને સામે રાખવામાં આવ્યો નથી. અમે આ સિરીઝમાં બહાદુર ડોક્ટરોના સારા કામની પ્રશંસા કરીશું, જેણે આ મુદ્દાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખતા આતંકી હુમલાના સમયે ઈજાગ્રસ્તોનો જીવ બચાવવા માટે થાક્યા વગર કામ કર્યું હતું. 

(5:35 pm IST)