મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

ઘાસચારા કૌભાંડ

લાલુની પ્રસાદ યાદવની જામીન અરજી ૧૧ ડિસેમ્બર સુધી ટળી

નવી દિલ્હી, તા.૨૭: રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી) ના પ્રમુખ અને બિહારના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન લાલુ પ્રસાદ યાદવની જામીન અરજી પર સુનાવણી ઝારખંડ હાઇકોર્ટમાં મુલતવી રાખવામાં આવી છે. હવે આગામી સુનાવણી ૧૧ ડિસેમ્બરે થશે. જામીન પર સુનાવણી માટેની અપીલ અરજી ન્યાયાધીશ અપરેશકુમાર સિંહની કોર્ટમાં સૂચિબદ્ઘ હતી. તમને જણાવી દઈએ કે, ઘાસચારા કૌભાંડ સંબંધિત અન્ય ત્રણ કેસોમાં લાલુ યાદવને પહેલા જ જામીન મળી ચૂકયા છે. દુમકા તિજોરીમાંથી ગેરકાયદેસર ઉપાડના કેસમાં લાલુપ્રસાદ યાદવે હાઇકોર્ટમાં જામીન માટે અરજી કરી છે.ઝારખંડમાં લાલુ પ્રસાદ યાદવ વિરુદ્ઘ ઘાસચારા કૌભાંડ સંબંધિત પાંચ કેસ ચાલી રહ્યા છે. આ ચાર કેસોમાં સીબીઆઈ કોર્ટે લાલુને સજા ફટકારી છે. પાંચમો કેસ ડોરંડા ટ્રેઝરીનો છે, જેની સુનાવણી હાલમાં સીબીઆઈ કોર્ટમાં ચાલી રહી છે. લાલુ પ્રસાદને દોષિત ઠેરવવામાં આવેલા ચાર કેસો સામે તેમણે હાઇકોર્ટમાં અપીલ કરી છે. આ ત્રણ કેસોમાં હાઇકોર્ટે તેમને જામીન આપ્યા છે.

(3:34 pm IST)