મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

લગ્નમાં ૧૦૦થી વધારે મહેમાનો : ૨૫ હજારનો દંડ

બીકાનેર : કોરોના સંક્રમણને રોકવા માટે લગ્નમાં મહેમાનોની સંખ્યાને નિયંત્રીત કરવાની ગાઇડલાઇન તોડવા બદલ બીકાનેરમાં એક લગ્નમાં ૧૦૦ થી વધુ મહેમાન બોલાવતા તંત્ર દ્વારા ૨૫ હજારનો દંડ ફટકારાયેલ.

જીલ્લા કલેકટર નમીત મહેતાએ જણાવેલ કે અધિકારીઓને લગ્નમાં મોકલ્યા હતા. જેથી મહેમાનોની સંખ્યા જાણી શકાય. દરમિયાન મોડા બગીચામાં લગ્નમાં ૨૫૦ લોકો મળી આવતા ૨૫ હજારનો દંડ કરાયેલ. તેમણે લોકોને ગાઇડ લાઇનનું પાલન કરવા અને પોતાની સાથે બીજાની પણ સુરક્ષા નિશ્ચિત કરવા અપીલ કરી છે.

(2:52 pm IST)