મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

કોર્ટે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવીઃ જવાબદારો સામે પગલા લેવા કહ્યું

રાજકોટ અગ્નિકાંડથી સુપ્રિમ કોર્ટ લાલઘુમઃ સરકાર પાસે રીપોર્ટ માંગ્યોઃ ૧લી ડીસેમ્બરે સુનાવણી

નવી દિલ્હી, તા.૨૭: રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડમાં મોડી રાત્રે આગ લાગતા ૫ લોકો જીવતા ભડથું થઇ ગયા છે. તેની સુપ્રીમ કોર્ટે પણ નોંધી લીધી અને રાજકોટ અગ્નિકાંડ માટે ગુજરાત સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો. ૧ ડિસેમ્બરે અગ્નિકાંડ મુદ્દે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે.રાજકોટમાં સર્જાયેલા અગ્નિકાંડ પર સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ ખૂબ જ આદ્યાતજનક દ્યટના છે અને આ કંઇ પહેલી નથી. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મહેતાને સ્પષ્ટ આદેશ આપ્યો કે જે પણ આના માટે જવાબદાર હોય તેની સામે કડકમાં કડક પગલાં લેવાવા જોઈએ. જસ્ટિસ શાહે નોંધ લીધી કે કોઈ પણ દુર્દ્યટનાનું માત્ર કારણ આપીને સંતોષ માની ના લો, આની કિંમત આપણે આવી દુર્દ્યટનાઓના પુનરાવર્તનથી ચૂકવવી પડી રહી છે. આપણે આવી દ્યટનાના મૂળમાં જવું જોઈએ, સાચું કારણ શોધવું જોઈએ. અમદાવાદની તે હોસ્પિટલમાં શું થયું? કાર્યવાહી પૂરી થઈ ગઈ. આ તો ખૂબ ગંભીર બાબત છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના ૩૩ દર્દી સારવાર લઈ રહ્યા હતા. બચાવી લેવાયેલા બીજા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.રાજકોટના આનંદ બંગલા ચોક નજીક ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલ માં મોડી રાત્રે આગ લાગી હતી. જેમાં ૫ લોકોના મોત થયા છે. ICU વોર્ડમાં ૧૧ પૈકી ૬ દર્દીને બચાવી લેવામાં આવ્યા હતા, જયારે કે ૫ દર્દી આગમાં ભડથું થયા હતા. હજી સપ્ટેમ્બર મહિનામાં જ ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારે ગંભીર આગની દ્યટના વિશે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ માહિતી મેળવી હતી.
 

(2:54 pm IST)