મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના 30 કેસ: કુલ આંક 10,563એ પહોંચ્યો

ગઈકાલે 92 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 9691 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 92 ટકા થયો

રાજકોટ,તા.27:  કોરોનાના કહેર વચ્ચે શહેરમાં આજે બપોરે વધુ 30 કેસ નોંધાતા કુલ આંક 10,563એ પહોંચ્યો છે.

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 30 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 10,563 થયા છે.ગઈકાલે 92 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  9691 થતા રિકવરી રેટ  92 ટકા થયો છે.

 આજ દિન સુધીમાં કુલ 4,24,872 સેમ્પલ પૈકી કુલ  10,563 લોકો સંક્રમિત થતા પોઝિટિવ રેટ 2.47 થયો છે.

(1:47 pm IST)