મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

જમ્મુ-કાશ્મીર સરહદે પાકિસ્તાનની અવળચંડાઈ : ફાયરિંગમાં જેસીઓ શહીદ, એક નાગરિક ઘાયલ

એલઓસીને અડીને આવેલા દિગવાર ટાઉન સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂંછ જિલ્લામાં એલઓસીને અડીને આવેલા દિગવાર ટાઉન સેક્ટરમાં પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવી હતી. આ ફાયરિંગમાં સેનાના જુનિયર કમિશ્ડ અધિકારી (જેસીઓ) સ્વતંત્ર સિંઘ શહીદ થયા છે  જ્યારે એક નાગરિક ઘાયલ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે. નાગરિકની ઓળખ મોહમ્મદ રશીદ તરીકે થઈ છે. ભારતીય સૈનિકોએ પણ પાકિસ્તાનના આ ગોળીબારનો યોગ્ય જવાબ આપ્યો છે. તે જ ગામની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં, એક એલર્ટ જારી કરવામાં આવ્યુ હતુ અને દરેકને સલામત સ્થળોએ આશરો લેવાનુ કહેવામાં આવ્યુ હતુ.

(1:07 pm IST)