મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

સુશાંતસિંહની મેનેજર દિશા સાલીયાનના કેસની CBI તપાસની માંગ કરતી અરજી હાઈકોર્ટે ફગાવી

જો કોઈ પાસે આ કેસને લગતા કોઈ પુરાવા કે જાણકારી હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરી શકે

મુંબઈ : બૉલીવુડ અભિનેતા સ્વ, સુશાંતસિંહની મેનેજર દિશા સાલીયાન કેસની સીબીઆઈ તપાસની માંગ કરતી અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે અરજદારોને આ કેસમાં તપાસ માટે પોલીસનો સંપર્ક કરવા કહ્યું છે. સુશાંતસિંહ રાજપૂતની પૂર્વ મેનેજર દિશા સાલીયાન કેસની સીબીઆઈ તપાસની માંગ કરતી એક અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરાઈ હતી. હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું છે કે જો કોઈ પાસે આ કેસને લગતા કોઈ પુરાવા કે જાણકારી હોય તો તેઓ પોલીસનો સંપર્ક કરી શકે છે

   દિલ્લીના વકિલ પુનીત ઢાંડાની અરજી પર મુખ્ય ન્યાયધીશ દિપાંકર દત્તા અને ન્યાયમૂર્તી જી.એસ.કુલકર્ણીની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. અદાલતે પુનીતને પૂછ્યું હતું કે તમે કોણ છો? જો દિશા સાલીયાનના મોત મામલામાં કંઈક ખોટુ થયું છે તો તેનો પરિવાર કાયદા કાનૂન મુજબ યોગ્ય પગલા ભરી શકે છે. તેમ કહીને પુનીતની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી હતી. સાથે જ વકિલ પુનીત ઢાંડા કે કોઈ પાસે આ કેસને લઈને જાણકારી હોય તો પોલીસને સંપર્ક કરવા હાઇકોર્ટે કહ્યું હતું

(10:02 am IST)