મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

ખેડુતો પર આ જુલમ ખોટો છે : ખેડુતો પર વોટર કેનન ચલાવવા પર દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની નારાજગી

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે, કેન્દ્ર સરકાર ત્રણેય કૃષિ બીલો ખેડૂત વિરોધી છે. આ બિલ પરત ખેંચી લેવા ને બદલે ખેડૂતોને શાંતિપૂર્ણ દેખાવો કરવાથી રોકવામાં આવી રહ્યા છે, એમના પર વોટર કેનન  ચલાવવામાં આવી રહ્યા છે. એમણે આગળ કહ્યું છે કે ખેડૂતો પરનો આ અત્યાચાર એકદમ ખોટો છે. તેમનો શાંતિપૂર્ણ પ્રદર્શન બંધારણીય અધિકાર.

(12:00 am IST)