મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

પાકિસ્તાનના પૂર્વ પીએમ બેનઝિર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટો કોરોના સંક્રમિત: સેલ્ફ આઇસોલેશનમાં

વિપક્ષી પાર્ટી પીપીપીના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીને કોરોના વરાયસનો ચેપ લાગ્યો

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં વિપક્ષી પાર્ટી પીપીપીના વડા બિલાવલ ભુટ્ટો ઝરદારીને કોરોના વરાયસનો ચેપ લાગ્યો છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (પીપીપી) ના 32 વર્ષીય પ્રમુખ અને દેશના બે વખતના વડા પ્રધાન બેનઝિર ભુટ્ટોના પુત્ર બિલાવલ ભુટ્ટોએ જણાવ્યું હતું કે તેઓ ચેપગ્રસ્ત થયાની પુષ્ટિ થયા પછીથી તેઓ આઈસોલેશનમાં ચાલ્યા ગયા છે.

બિલાવલે ટ્વિટ કર્યું હતું કે મને કોવિડ -19 નો ચેપ લાગ્યો છે અને હું સેલ્ફ આઇસોલેશનમાં છું. મારામાં રોગના થોડા લક્ષણો છે. હું ઘરેથી કામ કરવાનું ચાલુ રાખીશ અને વિડિઓ દ્વારા પીપીપી ફાઉન્ડેશન ડે પ્રોગ્રામને સંબોધિત કરીશ.

તેમના રાજકીય સચિવ જામિલ સુમેરો ચેપ લાગ્યાં પછી, તેમણે બુધવારે પોતાને રાજકીય પ્રવૃત્તિઓથી દૂર રાખવાનો નિર્ણય કર્યો. દરમિયાન, છેલ્લા 24 કલાકમાં પાકિસ્તાનમાં 3,306 નવા કોરોના વાયરસના કેસની પુષ્ટિ થઈ, જેના પછી ગુરુવારે કુલ કેસ વધીને 3,86,198 થઈ ગયા.

(12:00 am IST)