મુખ્ય સમાચાર
News of Friday, 27th November 2020

2014 ની સાલ પછી દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે : બૉલીવુડ એકટર આમીરખાને કરેલી કોમેન્ટ વિરુદ્ધ દાખલ કરાયેલી ક્રિમિનલ પિટિશન છત્તીસગઢ હાઇકોર્ટે ફગાવી

છત્તીસગઢ : બૉલીવુડ એક્ટર આમીરખાને 2014 ની સાલ પછી દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે તેવી કોમેન્ટ કરી હતી.

જેના અનુસંધાને આ  કોમેન્ટ દેશમાં જુદી જુદી કોમો વચ્ચે પૂર્વગ્રહ તથા વૈમનસ્ય ફેલાવનારી છે તેમજ વ્યક્તિના ધર્મ ,અને જન્મના આધારે , દેશના હિતને નુકશાન પહોંચાડે તેવી છે. તેવી ક્રિમિનલ પિટિશન એડવોકેટ દિપક દીવાને છત્તીસગઢ હાઇકોર્ટમાં દાખલ કરી હતી.

આવી  પિટિશન ધ્યાનમાં લેવા  યોગ્ય નથી તેવું જણાવી સિંગલ જજ બેચના શ્રી સંજય અગ્રવાલે 23 નવેમ્બરના રોજ  તે રદ કરી દીધી હતી.

ઉલ્લેખનીય છે કે 2015 ની સાલમાં રામનાથ ગોએન્કા એવોર્ડ વિતરણ સમારંભ સમયે  આમીરખાને 2014 ની સાલ પછી દેશમાં અસહિષ્ણુતા વધી ગઈ છે.તેવી કોમેન્ટ કરી હતી તથા તેમના પત્ની કિરણ રાવ એ પણ દેશ છોડી દેવો જોઈએ તેવી કોમેન્ટ કરી હતી જેના અનુસંધાને ઉપરોક્ત પિટિશન દાખલ કરાઈ હતી તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)