News of Wednesday, 27th November 2019
ઉદ્ધવ ઠાકરેની તાજપોશી પહેલા પોસ્ટર: અજિત પવારને બતાવ્યા ભાવિ મુખ્યમંત્રી !!: શરદ પવારની પણ તસ્વીર
પોસ્ટરો ચૂંટણી પ્રચાર સમયના જુના કે યુક્તિપૂર્વકની ટીખળ : લોકોમાં અનેકવિધ ચર્ચા
મુંબઈ : મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસે મળીને મહા વિકાસ આઘાડી ગઠબંધન બનાવ્યું છે. આ ગઠબંધને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને પોતાના નેતા તરીકે પસંદ કર્યા છે. ઉદ્ધવ ઠાકરે ગુરુવારે સાંજે મુખ્યમંત્રી પદના શપથ લેવાના છે. એ પહેલા કેટલાક પોસ્ટરો લાગ્યા છે જે ની ચોમેર ચર્ચા જાગી છે આ પોસ્ટરોમાં એનસીપી નેતા અજિત પવારને ભાવિ મુખ્યમંત્રી બતાવવામાં આવ્યાં છે. આ પોસ્ટરો અજિત પવારના વિધાનસભા ક્ષેત્ર બારામતીમાં લાગ્યાં છે.
પોસ્ટરોમાં એનસીપી પ્રમુખ શરદ પવારની પણ તસવીર છે. હાલની સ્થિતિએ આવા પોસ્ટરોના અનેક અર્થો નીકળે છે.આ પોસ્ટરો જુના ચૂંટણી સમયના છે કે કોઈએ યુક્તિપૂર્વક ટીખળ કરી છે એ અંગે અનેક વિધ ચર્ચા જાગી છે.
(11:36 pm IST)