મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ શિવસેનાએ ઝરખડમાં ઝંપલાવ્યું : 30 બેઠકો પર ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા

ચૂંટણીના સમીકરણો બદલાશે : ભાજપના ઉમેદવારોના મત કાપે તેવી શકયતા

 

મુંબઈ : શિવસેનાએ એનડીએ સાથે છેડો ફાડ્યા બાદ ઝારખંડની 30 જેટલી બેઠકો પર તેમના ઉમેદવાર ઉતાર્યા છે. શિવસેનાના મેદાનમાં ઉતરવાથીચૂંટણી જંગ રસપ્રદ બન્યો છે. પરંતુ શિવસેના ભાજપના મતોમાં પણ મોટું ગાબડું પાડે તેવી શક્યતા જોવાઇ રહી છે.

મહારાષ્ટ્રમાં અઢી-અઢી વર્ષ સીએમ પદની માંગણીને લઇને ભાજપ સાથે છેડો ફાડી ચૂકેલી શિવસેના હવે ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હંફાવવા મેદાને ઉતરી છે. શિવસેના અહીં કોઇ પણ પક્ષ સાથે ગઠબંધન કરવાને બદલે પોતાના દમ પર ચૂંટણી લડી રહી છે ત્યારે શિવસેનાની એન્ટ્રીને કારણે ઝારખંડનો ચૂંટણી જંગ રોમાંચક બન્યો છે.

રાજકીય નિષ્ણાતોના મતે શિવસેના ભાજપના ઉમેદવારોના મતો કાપે તેવી પૂરી શક્યતા છે. જો કે શિવસેના ચૂંટણી લડવાના નિર્ણયને પાર્ટીનું વિસ્તરણ બતાવે છે. શિવસેનાના રાષ્ટ્રીય સંગઠક વિનય શુક્લાએ જણાવ્યું કે શિવસેના પહેલા બિહાર, ઉત્તર પ્રદેશ, ગુજરાત, ગોવા અને મધ્ય પ્રદેશની ચૂંટણી પોતાના દમ પર લડી ચૂકી છે. જેમાં શિવસેનાને ઘણા મતો પણ મળ્યા હતા. બિહારની ચૂંટણીમાં શિવસેના અનેક બેઠકો પર ભાજપની હાર માટે પણ નિમિત બની હતી.

 

(10:59 pm IST)