News of Wednesday, 27th November 2019
નાનુ, પાપા-મમ્મી મરી ગયા મને ખૂબ જ ભૂખ લાગી છેઃ નાનાને ફોન પર ૩ વર્ષીય બાળકીની કાકલૂદી
ભોપાલ ( મધ્યપ્રદેશ) માં એક ૩ વર્ષીય બાળકી લગભગ ૧૧ કલાક સુધી પોતાના માતા-પિતાના મૃતદેહ સાથે બેસી રહી.
પોલીસએ કહ્યું જયારે તેના નાનાએ ફોન કર્ર્યા ત્યારે એમણે બતાવ્યુ કે નાનુ પાપા-મમ્મી મરી ગયા છે અને મને ખૂબ જ ભુખ લાગી છે. તમે જલ્દી આવી જાવ.
રિપોર્ટસ મુજબ એક સગાના લગ્નમા જવા પર પતિ - પત્ની વચ્ચે ઝગડો થયો હતો. પોલીસએ કહ્યું બાળકી રડતી હતી, દોડીને નાનાને વળગી ગઇ શખ્સના બે ભાઇ ભારતીય સેનામાં છે પિતા પણ સેનામાંથી રિટાયર્ડ થયા છે.
(9:34 pm IST)