News of Wednesday, 27th November 2019
INX મીડિયા કેસમાં પી,ચિદમ્બરમની જેલ કસ્ટડી 11 ડિસેમ્બર સુધી લંબાણી
દિલ્હીની સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી વધારી દીધી
નવી દિલ્હી : કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમની મુશ્કેલીઓ ખતમ થવાનું નામ લઇ રહી નથી. INX મીડિયાના મની લોન્ડ્રિંગ કેસમાં દિલ્હીની સ્પેશિયલ કોર્ટે ચિદમ્બરમની જ્યુડિશિયલ કસ્ટડીને 11 ડિસેમ્બર સુધી વધારી દીધી છે.
ચિદમ્બરની જ્યુડિશિયલ કસ્ટડીને 14 દિવસ સુધી વધારવાની ઇડીએ માંગણી કરી હતી. જેને કોર્ટે માન્ય રાખી. ચિદમ્બરમની ધરપકડનો કોંગ્રેસ દ્વારા સતત બચાવ કરવામાં આવી રહ્યો છે.
કોંગ્રેસનો આરોપ છે કે તપાસ એજન્સીઓ દુર્ભાવના સાથે કામ કરી રહી છે. ઇડીએ મની લોન્ડ્રિંગ કેસમાં ચિદમ્બરમની 16 ઓક્ટોબરની ધરપકડ કરી હતી. ત્યારથી તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.
(7:53 pm IST)