મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

બિહારના અંતરીયાળ ગામમાં કાંદા ખાવા પર છે પ્રતિબંધ

રાજકોટઃ કાંદાના ભાવ હાલમાં સોનો આંકડો પાર કર્યો છે એટલે કાંદાપ્રેમીઓને ચિંતા થતી હશે પણ બિહારમાં એક એવું ગામ છે જયાં કોઇનાય ઘરે કાંદા કે લસણ ખવાતા જ નથી. ભાવ વધવાને એની સાથે કોઇ લેવા દેવા નથી. દાયકાઓથી આ ગામમાં કાંદા પર પ્રતિબંધ છે કેમ? એ ખબર નથી જહાનાબાદ જિલ્લામાં આવેલું ત્રિલોકી બિગહા ગામ માંડ ૪૦-પ૦ ઘરો ધરાવે છે. પણ આ ગામના એકેય ઘરમાં કાંદા-લસણ નથી વપરાતા, આ સાંભળીને તમને થશે કે શું આખુ ગામ જૈન છે? ના મોટા ભાગના લોકો યાદવ છે. ગામમાં ઠાકોરવાડી તરીકે જાણીતું મંદિર છે. એ મંદિરના ઠાકોરજીને કારણે ગામમાં કાંદા ખાવા પર પ્રતિબંધ મુકાયો હતો જે આજે પણ જારી છે. ચાર-પાંચ દાયકા પહેલા કોઇ પરીવારે આ નિયમ તોડવાની કોશીશ કરી હતી પણ એને કારણે તેના ઘરમાં અશુભ ઘટના ઘટી હતી. આ વાતને જોડીને હવે ગામમાં કોઇ કાંદા લાવવાનું પણ વિચારતું નથી.

(3:42 pm IST)