મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

સ્લીપ મોડ ઉપર રાખવામાં આવેલા કોમ્પ્યુટરથી લાગી ફલેટમાં આગઃ એન્જીનીયરે જાન બચાવી

ગાજીયાબાદ, તા., ર૭: રાજનગર એક્ષટેન્શનની રીવર હાઇટ સોસાયટીમાં લેપટોપમાં અચાનક લાગેલી આગ ફલેટમાં પ્રસરી ગઇ હતી. ફલેટમાં સુતેલા નેટવર્કીગ એન્જીનીયરે બાલ્કનીમાંથી નિકળી બે પીલર વચ્ચે ઉભા રહી શોર-બકોર મચાવ્યો હતો. જેને લઇને સિકયુરીટી ગાર્ડે ફાયર બ્રિગેડને બોલાવતા એન્જીનીયરને દોરડાથી નીચે ઉતારવામાં આવ્યો હતો અને આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો.

રીવર હાઇટ સોસાયટીમાં પત્ની સાથે ભાડાના ફલેટમાં રહેતા રાહુલસિંહ નોયડા સેકટર ૬રમાં આવેલી નેટવર્કીગ બેસ્ડ એક કંપનીમાં એન્જીનીયર છે. સીએફઓ સુનીલકુમારસિંહે જણાવ્યું કે રાહુલ સોમવારે રાત્રે નાઇટ સીફટમાં ડયુટી પર હતો. કંપનીમાંથી આવ્યા પછી પોતાના ફલેટ ઉપર લેપટોપ પર કામ કરવા લાગ્યો હતો. કામ  પુરૂ થતા લેપટોપ શટડાઉન કરવાને બદલે સ્લીપીંગ મોડમાં લગાવી સુઇ ગયો હતો. સવારે ટીચર પત્ની સ્કુલે  ચાલી ગઇ હતી.જયારે રાહુલ સુઇ રહયો હતો. આ દરમિયાન અચાનક લેપટોપમાં આગ લાગી હતી અને જોતજોતામાં આખા ફલેટમાં પ્રસરી ગઇ હતી.

(3:39 pm IST)