મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

વ્યકિતના જીવનમાં ચાલાકી નહી પરંતુ કૌશલ્ય હોવુ જોઇએઃ પૂ.મોરારીબાપુ

બિહાર બકસરમા આયોજીત ''માનસ અહલ્યા'' શ્રીરામકથાનો પાંચમો દિવસ

રાજકોટ તા.૨૭: ''વ્યકિતના જીવનમા ચાલાકી ચતુરાઇ ન હોવા જોઇએ પરંતુ દરેક ક્ષેત્રમા આગળ વધવા માટે કૌશલ્ય હોવુ જોઇએ'' તેમ પૂ.મોરારીબાપુએ બિહારના બકસર ખાતે આયોજીત ''માનસ અહલ્યા'' શ્રીરામકથાના પાંચમા દિવસે જણાવ્યુ હતુ.

પૂ.મોરારીબાપુએ શ્રીરામ ભગવાનના પ્રાગટય પ્રસંગોનુ વર્ણન કર્યુ હતુ.

પૂ.મોરારીબાપુએ કહ્યુ કે કથાકારના જીવનમા ક્ષમા ભાવ હોવો જોઇએ, કોઇ પણ વ્યકિતએ જીવનમાં ગુરૂને કયારેય ન ભુલવા જોઇએ.

કાલે શ્રીરામકથાના ચોથા દિવસે પૂ.મોરારીબાપુએ કહ્યુ કે, સમાજમાં યોગ્ય વ્યકિતને સમયસર એવોર્ડ મળવો જોઇએ પણ બુદ્ધ પુરૂષ માટે બિનુ પદચલે સુનૈ બિનુ કાના એટલે કે પદ-પ્રતિષ્ઠા વગરચાલે એ બુદ્ધ પુરૂષ માટે બિનુ કાના એટલે કે પદ-પ્રતિષ્ઠા વગરચાલે એ બુદ્ધપુરૂષ. અહીં સુફીસંત શિરિદની પાંચ વાતો સૌએ ઉતારવા જેવી છે. (૧)આપણે પ્રાણ બચે એટલું ખાઇએ-અન્નએ સૌથી મોટો  એવોર્ડ છે. (૨)આપણને માતાનું દૂધ મળે છે-પ્યાસ અનુકુળ જ પીઉ છું એવું શિરિદ કહે છે એ એવોર્ડ છે. (૩) દેહની મર્યાદા સચવાય એટલું જ પહેરવું એ એવોર્ડ છે. (૪)મારી બંદગીમાં બાધક ન બને એવા સ્થળ પર રહેવા મળે એ એવોર્ડ છે (૫)ઇલ્મ એટલે કે જ્ઞાન જે જ્ઞાન આચરણમાં ઉતારી શકાય એટલું જ મળે એ એવોર્ડ છે.

અહલ્યાના પ્રકરણમાં પણ મનનું ધૈર્ય, પુલકિત તન અને નિર્મળ વચન. આ ત્રણ વસ્તુ દેખાય છે. આમ સ્વર્ગલોકના પતિ (ઇન્દ્ર) સાથે અહલ્યા ગઇ હોત તો સુખ મળત પણ રઘુપતિ સાથે ગઇ એટલે આનંદ પ્રાપ્ત થયો.

કથા ચોપાઇઓના અનેક ગુઢાર્થ ખોલતા હોય એમ બાપુએ જણાવ્યુ કે, સોચ શબ્દનો એક અર્થ શોક થાય છે. બીજો અર્થ ચિંતા થાય છે. શોક સાથે ભૂતકાળ જોડાયેલો છે ચિંતા સાથે ભૂતકાળ જોડાયેલ છે. ચિંતા સાથે ભવિષ્યકાળ જોડાયેલો છે.

(3:38 pm IST)