મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

સરકાર અને મુખ્યમંત્રી વિના ધારાસભ્યોએ શપથ લીધા

મુંબઈ : મહારાષ્ટ્રની ૧૪મી વિધાનસભાના સભ્યોનો આજે બુધવારે શપથગ્રહણ સમારોહ કંઈક અલગ જ હતો. મહારાષ્ટ્રમાં આ પહેલીવાર હતુ જયારે ગૃહનું વિશેષ સત્ર શરૂ થયુ. ત્યાં સુધી ન તો સરકાર બનાવવામાં આવી ન મુખ્યમંત્રીની નિમણુંક થઈ રાજય વિધાનસભા ભવનના પ્રભારી સચિવ રાજેન્દ્ર ભાગવતે કહ્યુ કે છેલ્લા ઘણા દાયકાઓથી પરંપરા ચાલી આવી રહી છે કે મુખ્યપ્રધાન સૌપ્રથમ શપથ લે છે અને ત્યારબાદ અન્ય સભ્યો શપથ લ્યે છે. તેમણે કહ્યુ કે બહુમતીના પારખા તાત્કાલીક અથવા પછીના સત્રમાં કરવામાં આવે છે. આ કિસ્સામાં મુખ્યમંત્રીએ નહિં પરંતુ ગૃહના સભ્યોએ શપથ લીધા છે.

(3:27 pm IST)