મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

હિમાલયનો સમર્પણ યોગ (ભાગ-૮)

ત્યાંના નિવાસી પક્ષીઓનો શિકાર કરે છે. કૂતરાઓને પણ ખાય છે. હું વિચારતો હતો કે કોઈ જન્મ આપવાની પક્રિયા કેટલી મોટી અને મુશ્કેલ છે, તેનાથી મોટી પ્રક્રિયા તે બાળકોના પાલનની છે અને તેને મારવું તે ક્ષણમાં થઈ જાય છે. મનુષ્ય જેનું નિર્માણ નથી કરી શકતો. તેને નષ્ટ કરવાનો મનુષ્યને શું અધિકાર છે? હિંસા હંમેશા અપ્રાકૃતિક છે. આપણે રસ્તા ૫૨ ચાલીએ છીએ અને અજાણ તા આપણ પગ નીચે કોઈ કીડી આવીને મરી જાય, તો તે પ્રકારની અજાણતા થયેલી હિંસા તો સમજાય છે. પ રંતુ જાણી જોઈને કોઈની હત્યા કરવી તે પ્રકૃતિની વિરૂધ્ધ છે. પ્રકૃતિએ આપણ ને મનુષ્યની યોનિમાં જન્મ આખો અને મનુષ્યનો સ્વભાવ છે, પ્રેમ કરવો અને આપણે હિંસા કરીને આપણ। જ મૂળ સ્વભાવની વિરૂધ્ધ કાર્ય કરીએ છીએ. આ માનવતાની અધોગતિ છે.

તેર્થી અહિંસા ઉપર અનેક ધર્મોએ ભાર મકયો છે. કોઈપણ પ્રકારની હિંસા ધર્મની વિરૂધ્ધ છે. માનવધર્મની વિરૂધ્ધ છે અને આધ્યાત્મિક પ્રગતિમાં તો પોતાના જ પગ ઉપર કુહાડી મારવા જેવું છે. એક તરફ આપણે આપણી અંદરની માનવશકિતઓને જગાડીએ છીએ અને અંદરની જીવંત ઊર્જાને જગાડીએ છીએ અને બીજી તરફ મરેલા પ્રાણીઓને ખાઈને મરેલી ઊર્જા ખાઈએ છીએ. તો અંદરની જીવંત શકિત કેમ જાગૃત થઈ શકે? કેમ આગળ વધી શકે ? હિંસક સાધકની આધ્યાત્મિક પ્રગતિ સંભવ જ નથી.

અહિંસા બહુ વ્યાપક શબ્દ છે. આપણા દ્વારા કોઈપણ પ્રાણને જાણ તા અજાણ તા પણ કોઈ દુઃખ પહોંચાડવામાં ન આવે. આ રીતે અયોગ્ય શબ્દોનો પ્રયોગ કે શબ્દ દ્વારા કોઈને દુ:ખી કરવા, આંખોથી અપમાનિત કરીને કોઈને ઠેસ પહોંચાડવી, વ્યંગાત્મક બોલીને કોઈને દુઃખી કરવા, આ બધી એક પ્રકારની હિંસા જછે. આપણે જ્યારે કોઈને દુઃખીકરીએ છીએ ત્યારે આપણે આપણા સ્વભાવના વિરોધમાં કાર્ય કરીએ છીએ. આધ્યાત્મિક પ્રગતિમાં જોવા મળે છે, આપનાથી કેટલા લોકો પ્રસન્ન છે, આપ કેટલા લોકોને સુખ આપી શકો છો. આપ કેટલા લોકોને પ્રેમ આપો છો, તેનાથી જ આધ્યાત્મિક પ્રગતિ થાય છે અને આ બધું પોતાના દૃદયની અંદરથી થવું જોઈએ.

એક દિવસ સવારે એક બહુ મોટી શિલા પાસે હું ગુ રૃદેવની સાથે બેઠો હતો અને મનમાં વિચાર આવ્યો, “ગુ રૂદેવ વારંવાર ચિત્ત પવિત્ર ક રો, ચિત્ત શુધ્ધ કરો, ચિત્ત સશક્ત કરો કહે છે. પરંતુ ચિત્ત એટલે ખરેખર શું હોય છે અને તેને કઈ રૌતે જાણી શકાય છે?'' આ વિચાર ચાલતા હતા. એવામાં ગુ રૂદેવે મારી તરફ જોયું અને પૂછયું , ''શુ વિચારે છે?” મેં કહ્યુ, ''કંઈ નહિ''. કારણ , જે મગજમાં ચાલતું હતું તે બહુ ઊંડ હતું. એટલું ઉપર ન હતુ કે હું સરળતાથી જાર્ણા શકું કે શું વિચાર રહ્યો છું અને તેથી તેને સરળતાથી કહી પણ નહોતો શકતો કે આ વિષય પર વિચારી રહ્યો છું. તે મને પણ ખબર ન હતી. ગુ રૂદેવે બહુ ઊંડી દ્રષ્ટિથી મારી તરફ જોયું, જાણે મારી અંદરની વાત જાણવા માંગતા હોય અને પછી તેમણે કહેવાનું શરૂ કર્યાં. ''જે રીતે આપણ। શરીરમાં આંખ હોય છે અને આંખો દ્વારા આપણે જે સ્પષ્ટ છે , તેને જોઈ શકીએ છીએ. જે પ્રકાશમાં છે, તેને જોઈ શકીએ છીએ. જે પ્રકાશમાન છે, તેને જોઈ શકીએ છીએ. એટલે આંખો બધું જ જોવા માટે પૂરતી નથી. આંખોને જોવા માટે પ્રકાશની આવશ્યકતા હોય છે. પ્રકાશ વગર આંખ પોતે કંઈ કામની નથી. પ્રકાશ હોવા છતાં પણ આંખોની પોતાની એક સીમા છે, તે સીમાની અંદર જ કોઈ વસ્તુ આવે તો આંખ જોઈ શકે. તે સીમાની બહારની વસ્તુ આંખ ન જોઈ શકે. એટલે આંખો પકાશ હોય ત્યારે પોતાની સીમામાં આવેલી વસ્તુને જોઈ શકે છે અને મસ્તકને વસ્તુની જાણકારી આપે છે અને જો તે વસ્તુ પહેલા પણ જોયેલી હોય, તો તે આંખો દ્વારા પ્રાપ્ત ચૈતન્યની જાણકારીથી મસ્તક જાર્ણા જાય છે કે જે દેખાઈ રહ્યું છે, તે શું છે? કયારેક આંખો તે પણ જુએ છે, જે આજ સુધીમાં કદી નથી જોયેલું અથવા કંઈક નવો જ અનુભવ કરે છે.''

'પ્રત્યેક મનુષ્યના શરીરમાં એક આત્મા હોય છે. એમ સમજો તે પણ ન દેખાવાવાળ નાનકડું શરીર જ છે. ચિત્ત તે આત્માની આંખ છે. શરીરથી આત્મા વધારે શકિતશાળી હોય છે. તેથી આત્માની શકિત પણ શરીર કરતા વધા રે શકિતશાળી હોય છે. જે રીતે શરીરની આંખો હોય છે, તે રીતે આત્માની આંખ હોય છે, તેને ચિત્ત કહે છે. એટલે ચિત્તને આત્માની આંખ કહી શકાય છે. તે આત્માની આંખ હોવાના કારણે , આ શરીરની આંખો કરતા વધારે શકિતશાળ 1 હોય છે. તેનાથી જોવા માટે પ્રકાશની આવશ્યકતા નથી હોતી. તે અંધારામાં પણ જોઈ શકે છે. બીજું તેની કોઈ સીમા નથી હોતી. તે એક સ્થાનેથી હજારો માઈલ દૂ રનું પણ જોઈ શકે છે. એક ક્ષણ માં જોઈ શકે છે. તેની બહુ ઝડપ હોય છે. તે વિશ્વમાં સૌથી વધારે ઝડપી હોય છે. એટલે કે ચિત્તને આપણે આત્માની આંખ કહી શકીએ છીએ."

“આ ચિત્ત જેટલું અંદ ર હશે, તેટલું સ્થિર હશે અને જેટલું સ્થિર હશે તેટલું સશકત અને પભાવશાળી હશે અને જેટલું પ્રભાવશાર્ળા હશે, તેટલું સૂક્ષ્મ હશે. એક સૂક્ષ્મ ચિત્ત દ્વારા એક સ્થાન પર બેસીને હજારો કિલોમીટર દ્‌ ૨ની યાત્રા, હવાની ગતિ અને અવાજની ગતિ કરતા પણ વધારે ગતિથી એક ક્ષણમાં કરી શકાય છે. જે રીતે એક મનુષ્ય સામે આવતા આંખો તેનાબાલ્ધ શરોરની માહિતી આપે છે, તે જ રીતે આપનું પ્રભાવશાળી ચિત્ત જો આપ તે વ્યકિત ૫ર નાખો તો તે ભકિતના વિચારોની ભૂતકાળની અને ભવિષ્યકાળની માહિતી આપી શકે છે. પ્રભાવશાળી ચિત્ત દ્વારા જ અંતર્યામી શકિત પ્રાપ્ત થઈ જાય છે.''

એક મનુષ્ય સતત ૧૨ વર્ષ સુધી ધ્યાન સાધના કર્રાને પોતાના ચિત્ત પર નિયંત્રણ કરને આ સ્થિતિ પ્રાપ્ત કરી શકે છે. એક પ્રભાવ- શાર્ળી ચિત્ત હોવાથી તે વ્યકિતમાં ચુંબકીય શક્તિઓ નિર્માણ થઈ જાય છે. તેની અંદરથી હંમેશા સકારાત્મક ઊર્જા વહેતી રહે છે. તે હંમેશા રચનાત્મક અને સુજનાત્મક કાર્યમાં લાગેલો રહે છે અને આ જ કાર્ય તેના દ્વારા હંમેશા થતા રહે છે. શરીરમાંથી હંમેશા સકારાત્મકરૂપમાં સ્પંદન બહાર નિકળવાનાકારણે તે નકારાત્મક નિરાશ, હતાશ સ્પ દનવાળા વ્યકિતઓને ઘણી ઊર્જા આપવાનું કાર્ય કરે છે. આવા નકારાત્મક સ્પંદનવાળ । ભકિત સકારાત્મક સ્પંદનવાળા વ્યકિત તરફ બહુ આકર્ષિત થાય છે અને તેમના નકારાત્મક સ્પંદનોમાં પણ પરિવર્તન થાય છે.

“એક પભાવશાળી ચિત્તવાળો મનુષ્યપ્રકૃતિ સાથે સરળતાથી સમરસ થઈ જાય છે અને તે પ્રકૃતિમાંથી સરળતાથી ઊર્જા ગ્રહણ ક રી શકે છે અને તે પાપ્ત ઊર્જાશકિતને પોતાની ઈચ્છા અનુસાર બીજામાં પ્રવાહિત કરી શકે છે. તેનું પોતાના ચિત્ત પર નિયંત્રણ હોય છે. તેથી તે ઊર્જાના પ્રવાહ ઉપર પણ સહેલાઈથી નિયંત્રણ કરી લે છે. જે રીતે પહેલા શારીરિક શકિતનો યુગ હતો, ખૂબ શકિતવાળ। યોધ્ધા ગદાધા રી હતા અને જેમની પાસે શરીરમાં શકિત હોય તે સર્વશ્રેષ્ઠ યોધ્ધો થતો હતો. એ ટલે શારીરિક શકિત શ્રેષ્ઠતાનું પ્રતીક હતી. આજે બુધ્ધિનો યુગ છે. અંક બૃધ્ધિશાર્ળા વ્યકિત ભલે તે શરીરથી દુર્બળ હોય એક બોમ્બનું બટન દબાવીને મોટા મોટા શકિતશાળી વ્યકિતને મારી શકે છે. કારણ , હવે શકિતનું પ્રતિક શારીરિક શકિત નથી. હવે બુધ્ધિ શ્રેષ્ઠતાનું પ્રતિક થઈ ગઈ છે.''

“હવે આવનારો સમય ચિત્ત શકિતનો હશે. જે મનુષ્યનું ચિત્ત સશકત હોય, તે વ્યકિત ચિત્તથી બધા પર ભારે પડશે. હવે શ્રેષ્ઠતાન્‌ પ્રતીક ચિત્ત હશે. જે વ્યકિતનું ચિત્ત જેટલુ સશકત અને પ્રભાવશાળી હશે તે વ્યકિત માનવસમાજમાં તેટલો જ સર્વશ્રેષ્ઠ થશે. એટલે શ્રેષ્ઠતાનું પ્રતીક ચિત્ત હશે. આ આવનાર સમયમાં થશે. હવે ચિત્ત શકિતનું હથિયાર હશે. ચિત્ત જ શકિતનું માધ્યમ હશે.'”

“આપણુ ચિત્ત હંમેશા અંદર રહેવું જોઈએ. કારણ , તે જેટલું અંદર હશે, તેટલું જ સ્થિર હશે અને જેટલું સ્થિર હશે, તેટલું સશકત થશે. સાધારણ મનુષ્ય તેને ભૂતકાળ ની વિતેલી ખરાબ યાદ, ખરાબ ઘટનાઓને યાદ કરીને નષ્ટ કરે છે. અથવા બૌજા મનુષ્યનાં દોષ શોધવામાં ખર્ચા નાખે છે અને બન્ને પરિસ્થિત્તિઓમાં ચિત્તશકિત નષ્ટ થાય છે અને ચિત્ત દુર્બળ બને છે. તેના પર નિયંત્રણ કરવાનો સતત અભ્યાસ કરવો પડે છે, અથવા આવા અભ્યાસ કરનારની સામૃહિકતામાં રહી શકાય છે. આ રૌતે પોતાની દિનચર્યામાં ચિત્તને અંદર રાખીને સશકત ક રી શકાય છે.” ફરી થોડા દિવસ સુધી ગુરૂદેવ મને સતત એક જંગલમાં લઈ ગયા. ત્યાં નાના નાના ઝાડી ઝાંખ રા હતા, તે ની ઉપરથી એક બૌ નિકળતું હતું. તે મોતી જેવા આકારનું થતું. પરતુ અડધું કાળુ અને અડધું લાલ રંગનું થતું. તે બી રોજ તોડીને લાવતા અને ગુફાનીસામે એક ખાડામાં તેને ભેગા કરતા. આમ ઘણ દિવસ સુધી ચાલ્યું. તે ઝાડના પાંદડા ખૂબ મીઠા લાગતા. જેવા આંબલીના ઝાડના હોય છે, તેવા નાના નાના પાન થતા. પછી ધીરે ધીરે તે ખાડો તે બીજ થી ભરાઈ ગયો. લગભગ ૬ ફૂટ લાંબો, ૧ ફૂટ ઊંડો અને ૩ ફૂટ પહોળો ખાડો હતો. (ક્રમશઃ... આવતા અંકે)

હિંમાલયનો સમર્પણ યોગની રૂપરેખા (ભાગ-૧)

હિમાલય સમર્પણ યોગ' ગ્રંથમાળા હિમાલયના સદર શ્રી શિવકૃપાનંદ સ્વામજીના આધ્યાત્મિક પ્રવાસનું સ્વલિખિત વર્ણન છે . સ્વયંને પ્રાપ્ત થયેલ આત્મજ્ઞાન જનસમાજ સુધી પહોંચાડવાનો પૂ.ગુર્દેવનો જીવન ઉદ્દેશ છે . આજ ઉદદેશની અંતર્ગત તેઓ પોતાના આધ્યાત્મિક પ્રવાસને શબ્દબધ્ધ કરી રહ્યા છે . એક જીવંત સદગુર દ્રારા લખાઈ રહેલ આ એક જીવંત ગ્રથઈ . જેના હારા વર્તમાનની જ નહિ, પરંતુ આવનાર અનેક પેઢીઓ જીવંત અનુભૂતિ પ્રાપ્ત કરી શકશે . આત્મજ્ઞાનની શોધમાં ભટકતા આત્માઓ માટે આ ગ્રંથ એક દિવાદાંડી સમાન સાબિત થશે. ગ્રંથમાળા આ પ્રથમખંડમાં પૂ. ગુર્દેવએ પોતાના પ્રથમ નેટ શ્રી શિવબાબા પછીના ત્રણ ગુરૂઓ સાથેના સાધનાકાળનું વર્ણન કરેલું છે.?)

. પ્રત્યેકગુરૃએ પોતાના સાનિધ્યમાં પૂ. ગુરૃદેવ પાસે એ ક વિશિષ્ટ સાધના કરાવી અને આગળના ગુરૂ પાસે મોકલ્યા. પૂ. ગુરૂદેવે પ્રત્યેક રે પૂર્ણ સમર્પિત થઇને તેમની પાસેથી તેમનું સમસ્ત જ્ઞાન અર્જીત કર્યું. આ ખંડ સાધકોને પૂ. ગુર્દેવની શિષ્યકાળની નજીક લઇ જશે . જના દ્વારા સાધક પૂ. ગુર્‌દેવ દ્રારા એક નવી પ્રેરણા અને આત્મબળ પ્રાપ્ત કરી શકશે.

1)    Website: https://www.samarpanmediation.org

2)    Telegram: https://t.me/samarpansandesh (To get daily messages of P.Swamiji  directly on mobile)

3)    Website: https://www.bspmpl.com   (for Literature (sahitya)) 

4)    Mobile App: “THE AURA” by bspmpl (For Android and iPhone)

(3:00 pm IST)