મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

કાલે ઉધ્ધવની ભવ્ય શપથવિધિઃ ૭૦,૦૦૦ ખુરશીઓ ગોઠવાઇઃ મમતા -કેજરીવાલને આમંત્રણ

ઉધ્ધવ ઠાકરે સાથે બે ઉપ મુખ્યમંત્રી તથા ૧૫ પ્રધાનો શપથ લઇ શકે છે : પવારના નિવાસે બેઠકોના દોરઃ રાહુલ ગાંધી હાજર રહેશે કે નહિ જબરૂ સર્સ્પેસઃ રાજ ઠાકરેને પણ આમંત્રણ

મુંબઇ,તા.૨૭:મહારાષ્ટ્રની સરકારને લઇને હવે ચિત્ર સ્પષ્ટ થઇ ગયુ છે. શિવસેના-કોંગ્રેસ અને NCP ગઠબંધનની સરકાર બની છે અને મુખ્યમંત્રી તરીકે શિવસેનાના અધ્યક્ષ ઉદ્ઘવ ઠાકરે આવતીકાલે શપથ લેશે. મુંબઇમાં ઉદ્ઘવ ઠાકરેની શપથવિધીને લઇને જોરદાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. શપથવિધિને લઇને દિગ્ગજ અલગ-અલગ પક્ષના નેતાઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યાં છે.

શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાંજે મુખ્યમંત્રી પદની શપથ લેશે એવા શિવસેના તરફથી પુરા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આ શપથગ્રહણ સમારોહને ઐતિહાસિક બનાવામાં આવે એવુ જ કારણ એ છે કે અનેક દિગ્ગજ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવી રહ્યું છે.એવામાં અનેક રાજ્યોના મુખ્યમંત્રી અને વિપક્ષી નેતા પણ સામેલ છેે શિવાજી પાર્કમાં અંદાજે ૭૦ હજારની વધુ ખુરશીઓ લગાવામાં આવી રહી છે. બીજીબાજુએ મોટા મંચ પર મહેમાનો માટો સૌથી વધુ ખુરશીઓ લગાવામાં આવી રહી છે.

સુત્રોના જણાવ્યા મુજબ નવી સરકારમાં બે ડેપ્યુટી સીએમ બનાવશે આ રેસમાં કોંગ્રેસના કાંટામાંથ બાલાસાહેબ થોરાટ અને અનેસીપીના કોટામાંથી જયંત પાટિલ નામ આગળ ચાલી રહ્યું છે. બીજી બાજુ એનસીપી નેતા અજીત પવારનસ આ સરકારમાં શું ભુમિકા તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. બીજી બાજુ શરદ પવારે કહ્યું કે મંત્રી પદ પર તે પક્ષના નીર્ણયનું સન્માન કરશે.

ઉદ્ઘવ ઠાકરેના શપથ ગ્રહણને લઇને શિવસેના દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રોને મળતી જાણકારી મુજબ શપથ ગ્રહણમાં રાજ ઠાકરેને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ સિવય મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ, અશોક ગહેલોત, અખિલેશ યાદવ સહિત દિગ્ગજ નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યું છે.

આ અગાઉ શિવસેનાના નેતા સંજય રાઉત કહી ચૂકયા છે કે તેમના તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, અમિત શાહને પણ આમંત્રણ આપવામાં આવશે. જયારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનું શપથ ગ્રહણમાં આવવા પર સસ્પેન્સ બન્યું છે.

શિવસેનાના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરે આવતી કાલે સાંજે મુખ્યમંત્રી પદની શપથ લેશે. તેની સાથે ૬ મંત્રીઓ શપથ લે તેવી શકયતા છે. જો કે તે અગાઉ આજે ઉદ્ઘવ ઠાકરે અને શરદ પવાર વચ્ચે બેઠક યોજાશે. જેમાં મંત્રાલય તેમજ મંત્રી પદ પર ચર્ચા થઇ શકે છે.

કોંગ્રેસ નેતા બાલસાહેબ થોરાટે કહ્યું છે કે ઉદ્ઘવ ઠાકરે આવતી કાલે મુખ્યમંત્રી પદની શપથ લેશે. તે સિવાય અન્ય લોકો પણ શપથ લેશે. થોડા સમયમાં જ મંત્રાલયને લઇને પણ નિર્ણય લેવામાં આવશે.મુખ્યમંત્રી પદની શપથ લેવાને પહેલા શિવસેના પ્રમુખ ઉદ્ઘવ ઠાકરેએ રાજયપાલ ભગત સિંહ કોશ્યારી સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન પત્ની રશ્મી ઠાકરે પણ સાથે રહી.

(3:20 pm IST)