મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

પાકિસ્તાનમાં પત્રકાર ધણીએ પોતાની પત્રકાર પત્નિને ગોળીએ વિંધી નાખી

પત્નિને નોકરી છોડવા દબાણ અને ત્રાસ વર્તાવતો હતો પણ પત્નિ માની નહિં

પાકિસ્તાન : પત્રકાર પતિએ પોતાની પત્રકાર પત્નિની જાહેરમાં હત્યા કરી નાખી હતી.

પાકિસ્તાનમાંથી આ સનસનાટીભર્યો મામલો સામે આવ્યો છે. મહિલાઓ સાથે અસમાન વર્તન કરવા બદલ કુખ્યાત આ દેશમાં એક મહિલા પત્રકારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી હતી. આ ૨૭ વર્ષીય મહિલા પત્રકારની તેના જ પતિ દ્વારા હત્યા કરવામાં આવી છે. સાત મહિના પહેલા જ બંનેના લગ્ન થયા હતા અને તુરત બંને વચ્ચે સંબંધો વણસ્યા હતા. આવી સ્થિતિમાં હત્યાનું કારણ ખૂબ જ આઘાતજનક છે. ખરેખર, પતિ આ વાતથી નારાજ હતો કે તેની પત્નિ તેના ઈશારે નોકરી છોડતી નથી.

આશ્ચર્યજનક વાત એ છે કે પતિ ઉરૂઝ ઈકબાલ પોતે એક પત્રકાર પણ છે. પોલીસમાં નોંધાયેલી એફઆઈઆર મુજબ લગ્ન પછી જ બંને વચ્ચે સંબંધો બગડ્યા હતા. હત્યા અંગે માહિતી આપતા સીનીયર પોલીસ અધિકારી દોસ્ત મોહમ્મદે જણાવ્યુ કે ઉરૂઝ ઈકબાલ ઉર્દૂ ન્યુઝ પેપરમાં નોકરી કરતી હતી. સોમવારે જયારે તે તેની ઓફીસમાં પહોંચી ત્યારે તેના પતિ દિલાવર અલીએ પ્રવેશ કરતા પહેલા ખુલ્લો ગોળીબાર કર્યો હતો. જે બુલેટ સીધી તેના માથામાં વાગી હતી અને તે મૃત્યુ પામેલ.

આ મહિલાના ભાઈ યાસીર ઈકબાલે તેના પતિ વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી હતી. એફઆઈઆરમાં પીડિતાના ભાઈએ જણાવ્યુ હતુ કે તેની બહેને સાત મહિના પહેલા અલી સાથે લવમેરેજ કર્યા હતા. પરંતુ લગ્નના થોડા દિવસ પછી જ વિવિધ મુદ્દાઓ પર કૌટુંબિક ઝઘડો શરૂ થયો. આનુ મુખ્ય કારણ અલી દ્વારા નોકરી છોડવાની પત્નિની વારંવાર માંગણીઓ હતી. આ ગુસ્સામાં તેણે પત્નિની હત્યા કરી હતી.

(1:00 pm IST)