મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

કોર્ટોસેટનો કેમેરો અભૂતપૂર્વ ક્ષમતાવાળો છે

શ્રી હરિકોટાઃ ભારતીય અવકાશ સંશોધન સંસ્થાન (ઈસરો) ૨૭ નવેમ્બર ૨૦૧૯ના રોજ પોલર સેટેલાઈટ લોંચ વ્હીકલ (પીએસએલવી-૪૭) દ્વારા કાર્ટોસેટ-૩ નામનો ઉપગ્રહ છોડશે. આ ઉપગ્રહની મદદથી કોર્ટોગ્રાફીક એપ્લીકેશન્સ, અર્બન અને રૂરલ એપ્લીકેશન, દરિયાકાંઠાની જમીનનો ઉપયોગ, જળ વિતરણ, નકશાઓ, લેન્ડ ઈન્ફોર્મેશન સીસ્ટમ (એલઆઈએસ), જીઓગ્રાફીકલ ઈન્ફોર્મેશન સીસ્ટમ વગેરેની માહિતી વિવિધ સંસ્થાઓને મળશે.

ભારતીય અવકાશ સંસ્થા અનુસાર, પીએસએલવી-૪૭ કોર્ટોસેટ-૩ની સાથે અન્ય ૧૩નાના ઉપગ્રહો પણ છોડાયા છે. મિલીંદ કુલશ્રેષ્ઠ નામના નિષ્ણાંત જણાવે છે કે ૨૭ મિનીટમાં જ આ ઉપગ્રહ ૫૦૯ કિ.મી.ની ઉંચાઈએ સન સીન્ક્રોનસ ઓર્બીટમાં મુકવામાં આવશે. કારણ કે આ ભ્રમણ કક્ષામાં ઉપગ્રહના સેન્સરોને સતત સૂર્ય પ્રકાશ મળતો રહે છે.

કોર્ટોસેટ શ્રેણીનો પહેલો ઉપગ્રહ કોર્ટોસેટ- ૧૧૯૮૮માં છોડવામાં આવ્યો હતો. ત્યારબાદ કોર્ટોસેટ-૨, ૨એ, રબી ઉપગ્રહો છોડાયા હતા. કાર્ટોસેટ- ૩એ આ શ્રેણીનો થર્ડ જનરેશન ઉપગ્રહ છે. જે અદ્યતન ટેકનોલોજીથી સજજ છે. જેમાં હાઈ રીઝોલ્યુશન ઈમેજીંગ સીસ્ટમ ઉપરાંત લાંબાગાળા સુધી માહિતી પહોંચાડવાની ક્ષમતા છે.

દેશના સૌથી શકિતશાળી મિલિટ્રી સેટેલાઈટ કાર્ટોસેટ-૩ (Cartosat-3)ને લોન્ચ કરાયેલ. હવે દુશ્મન દેશો અને તેમની આતંકવાદી પ્રવૃત્તિઓ પર ભારતીય સેના ચાપતી નજર રાખી શકશે. ભારતીય અંતરિક્ષ એજન્સી ઈસરો (ISRO)એ આ માટે અગાઉથી જ સંપૂર્ણ તૈયારી કરી લીધેલી છે.કાર્ટોસેટ-૩ (Cartosat-3) સેટેલાઈટ PSLV-C47 રોકેટની ઉપર સતીશ ધવન સ્પેશ સેન્ટરના લોન્ચ પેડ-૨ પરથી તેનેલોન્ચ કરવા સજજ થઈ ગયુ છે.

કાર્ટોસેટ-૩ (Cartosat-3) પોતાની સિરીઝનો આ નવમો સેટેલાઈટ છે. કાર્ટોસેટ-૩ (Cartosat-3)નો કેમેરો એટલો તો શકિતશાળી હશે કે તે અંતરિક્ષમાં ૫૦૯ કિલોમીટરની ઉંચાઈ પરથી જમીન પર ૧ ફૂટથી પણ ઓછા અંતર એટલે કે ૯.૮૪ ઈંચ સુધીના સ્પષ્ટ ફોટા લઈ શકશે, એટલે કે તમારા કાંડા પર બાંધવામાં આવેલી ઘડિયાળમાં સમયની પણ સટીક જાણકારી મેળવી લેશે.

કાર્ટોસેટ-૩ (Cartosat-3)માં કાર્ટોસેટ-૩ (Cartosat-3)નો કેમેરો એટલો શકિતશાળી છે કે સંભવતઃ અત્યાર સુધીનો આ સૌથી સટીકતા વાળા સેટેલાઈટ કેમેરા કોઈ પણ દેશ દ્વારા લોન્ચ કરાવમાં આવ્યા નથી. અમેરિકાની ખાનગી સ્પેશ કંપની ડિજીટલ ગ્લોબના જીયોઆઈ-૧ સેટેલાઈ ૧૬.૧૪ ઇંચની ઉંચાઈ સુધી ફોટા લઈ શકે છે.

કાર્ટોસેટ-૩ (Cartosat-3) સેટેલાઈટ PSLV-C47 રોકેટથી છોડવામાં આવેલ. ૬ સ્ટ્રેપઓન્સ સાથે PSLVની આ ૨૧મી ઉડ્ડાન થયેલ. જયારે PSLVની ૭૪મી ઉડ્ડાન હતી. કાર્ટોસેટ-૩ (Cartosat-3) સાથે અમેરિકાના ૧૨ અન્ય નેનો સેટેલાઈટ પણ છોડવામાં આવેલ.

કાર્ટોસેટ સિરીઝના ૮ સેટેલાઈટ અત્યાર સુધી લોન્ચ કરવામાં આવ્યા છેકાર્ટોસેટ સિરીઝના પ્રથમ સેટેલાઈટ કાર્ટોસેટ-૧ પાંચ મે,૨૦૦૫ ના રોજ પ્રથમ વખત લોંચ કરવામાં આવ્યું હતું. ૧૦મી જાન્યુઆરી,૨૦૦૭ના રોજ કાર્ટોસેટ-૨,૨૮મી એપ્રિલ, ૨૦૦૮ના રોજ કાર્ટોસેટ-2 એ, ૧૨મી જુલાઈ, ૨૦૧૦ના રોજ કાર્ટોસેટ-2 બી, ૨૨મી જૂન, ૨૦૧૬ રોજ કાર્ટોસેટ-૨ સિરીઝ સેટેલાઈટ, ૧૫મી ફેબ્રુઆરી, ૨૦૧૭ના રોજ કાર્ટોસેટ-૨ સિરીઝ સેટેલાઈટ, ૨૩મી જૂન, ૨૦૧૭ના રોજ કાર્ટોસેટ-૨ સિરીઝ સેટેલાઈટ અને ૧૨મી જાન્યુઆરી,૨૦૧૮ના રોજ કાર્ટોસેટ-૨ સિરીઝ સેટેલાઈટ લોન્ચ કરાવમાં આવ્યા હતા.

(11:37 am IST)