મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

૨૦૧૭માં દેશમાંથી ઝડપાયેલ કુલ નકલી ચલણનાં ૩૨ ટકા ગુજરાતમાંથીઃ બીજા ક્રમે પાટનગર દિલ્હી

૨૦૧૭માં કુલ ૨૮.૧ કરોડની કિંમતનું નકલી ચલણ ઝડપાયું

નવી દિલ્હી, તા.૨૭: નકલી ચલણના મુદ્દે દેશના તમામ રાજયો પૈકી ગુજરાત લગભગ મોખરાનું સ્થાન ધરાવે છે. ૨૦૧૭ દરમિયાન સમગ્ર દેશમાંથી જેટલું નકલી ચલણ ઝડપાયું છે એમાંથી ૩૨% નકલી ચલણ માત્ર ગુજરાતમાંથી ઝડપાયું છે, જેની કિંમત આશરે નવ કરોડ રુપિયાથી પણ વધારે છે. નકલી ચલણના મામલે રાજધાની દિલ્હી બીજા સ્થાને છે. દેશમાં ૫૦%થી વધારે નકલી ચલણ આ બંને રાજયોમાંથી જપ્ત કરવામાં આવ્યું છે. આ ખુલાસો નોટબંધી પછી પહેલી વાર નકલી ચલણ પર જાહેર કરાયેલા અહેવાલ દ્વારા કરવામાં આવ્યો છે.

અહેવાલ મુજબ ૨૦૧૭માં ૨૮.૧ કરોડ રુપિયાની કિંમતનું નકલી ચલણ જપ્ત કરાયું, જે ૨૦૧૬ના આંકડાઓની સરખામણીમાં ૭૬% વધારે હતું. ત્યારે ૧૫.૯ કરોડ રુપિયાનું નકલી ચલણ જપ્ત કરવામાં આવ્યું હતું.

૨૦૧૭ દરમિયાન દેશભરમાંથી અલગ-અલગ કિંમતની ૩.૫૬ લાખ રુપિયાથી વધારેની નકલી નોટ જપ્ત કરવામાં આવી હતી, જેની કુલ કિંમત ૨૮ કરોડ રુપિયાથી પણ વધારે હતી. જેમાં ચોંકાવનારો ખુલાસો એ હતો કે, જપ્ત કરાયેલા કુલ નકલી ચલણનું ૫૬્રુથી વધારે નકલી ચલણ ગુજરાત અને દિલ્હીમાંથી ઝડપાયું. 

૨૦૧૭માં જપ્ત નકલી ચલણમાં સૌથી વધારે પાંચસો રુપિયાની નોટો સામેલ હતી, પરંતુ કુલ જપ્ત નકલી ચલણમાં સૌથી વધારે બે હજારની નોટોનો સમાવેશ થયો હતો. વર્ષ દરમિયાન બે હજાર રુપિયાની ૭૪,૮૭૮ નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી, જેની કિંમત ૧૪.૯૭ કરોડ રુપિયા હતી.

આ રિપોર્ટમાં સૌથી ચોંકાવનારો ખુલાસો એક રુપિયાની નોટને લઇને કરવામાં આવ્યો છે. એક રુપિયાની નોટ સામાન્ય રીતે પૂજા-પાઠ કે કોઇ ધાર્મિક કાર્યમાં શુકન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. ૨૦૧૭માં એક રુપિયાની ૫૪૭૪ નકલી નોટ જપ્ત કરવામાં આવી જેમાં આંધ્ર પ્રદેશ અને ઉત્ત્।રાખંડનો સમાવેશ થાય છે.

દેશના ૧૦ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશો એવા છે જયાંથી નકલી ચલણ બાબતે રાહતના સમાચાર છે. આ રાજયો-પ્રદેશો પૈકી એકપણ જગ્યાએથી નકલી ચલણ મળ્યું નથી. નકલી ચલણ મામલે જે રાજયોનો યાદીમાં સમાવેશ થયો છે તેઓ આંતરરાષ્ટ્રીય સરહદો ધરાવે છે.

(10:47 am IST)