મુખ્ય સમાચાર
News of Wednesday, 27th November 2019

યુ.એસ.માં ''અખિલ વિશ્વ હિન્દી સમિતિ ન્યુયોર્ક''ના ઉપક્રમે ૧૬ નવેં.૨૦૧૯ના રોજ કવિ સંમેલન યોજાયું : નામાંકિત કવિઓ, કોમ્યુનીટી અગ્રણીઓ સહિત વિશાળ સંખ્યામાં પ્રજાજનોની ઉપસ્થિતિ

ન્યુયોર્કઃ યુ.એસ.માં અખિલ વિશ્વ હિન્દી સમિતિ ન્યુયોર્કના ઉપક્રમે તાજેતરમાં ૧૬ નવેં.૨૦૧૯ શનિવારના રોજ દિવાળી તહેવારને અનુલક્ષીને કવિ સંમેલનનું આયોજન કરાયું હતું.

હિન્દુ સેન્ટર ૪૫-૫૨ કિસેના બુલેવાર્ડ ફ્રલશિંગ, ન્યુયોર્ક મુકામે ડો.બી.કે.મહેતાના અધ્યક્ષસ્થાને, શ્રીમતિ સુષ્મા મલહોત્રા દ્વારા સંચાલિત, અખિલ વિશ્વ હિન્દી સમિતિ કાર્યકારિણી આયોજીત આ કવિ સંમેલનનો સમય સાંજે ૬ થી રાત્રિના ૯ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો હતો. જેમ તમામ માટે વિના મૂલ્યે પ્રવેશ તથા પ્રીતિભોજનની વ્યવસ્થા કરાઇ હતી.

હિન્દી ભાષા, સાહિત્ય, તથા ભારતીય સંસ્કૃતિના વિકાસ માટે આયોજીત આ સંમેલનમાં વિશાળ સંખ્યામાં હિન્દી કવિઓ, ડોકટરો, શિક્ષણ શાસ્ત્રીઓ તથા સ્ટુડન્ટસ હાજર રહ્યા હતા. ઉપરાંત ડો.વિજય મહેતા, ડો.વેદ મલહોત્રા, ડો.ધ્યાશંકર વિદ્યાલંકાર, ડો.કે.કે.દિક્ષીત, ડો.મદનલાલ મીસ્ત્રી, ડો.રજની ગોયલ, ડો.મનકાલા સંદ, શ્રીજાતિ પૂર્ણિમા દેસાઇ, શ્રીમતિ પુષ્પા મલહોત્રા, શ્રીમતિ સુષ્મા મલહોત્રા, શ્રી દિપક અરોરા, શ્રી અરિહંત તિવારી સહિતના અગ્રણીઓ તથા કવિઓ હાજર રહ્યા હતા.

આ તકે સુશ્રી સુષ્મા મલહોત્રાને પ્રશસ્તિ પત્ર આપવામાં આવ્યું હતું. જે શ્રી દિલીપ ચૌહાણએ વાંચી સંભળાવ્યું હતું. તથા ડો.દયાશંકર વિદ્યાલંકાર અને ડો.વિજય મહેતાના હસ્તે અર્પણ કરાયું હતું. સુશ્રી સુષ્માએ સ્ટારટોક સમર હિન્દી પ્રોગ્રામથી સહુને વાકેફગાર કર્યા હતા. તથા માર્ગદર્શક તેવા કોમ્યુનીટી લીડર શ્રી દિલીપ ચૌહાણનો આભાર માન્યો હતો.

સંમેલનમાં ડો.પ્રવિણ ચોપરા, ડો.રવિ ગોયલ, ડો.સંધ્યા મલહોત્રા, ડો.શિવલાલ ગોયલ, ડો.ઉષા ટંડન, શ્રીમતિ અંબાલિકા મિશ્રા, શ્રી સુરીન્દર કથુરીઆ, શ્રી પ્રદિપ ટંડન, શ્રી રવિન્દર કુમાર, શ્રી જતિન્દર શર્મા, શ્રીમતિ ચરણાજીત કૌર, સુશ્રી કામિની મહેતા, શ્રી શુકલા કપૂર સહિતના કોમ્યુનીટી અગ્રણીઓ હાજર રહ્યા હતા. તેવું શ્રી રોઝ NYની યાદી જણાવે છે.

(8:07 pm IST)