મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

લંડન સ્થિત અબજોપતિ હોટલ વ્યવસાયી વિવેક ચઢ્ઢાનું અવસાન : 33 વર્ષીય વિવેકના હજુ બે માસ પહેલા જ 29 વર્ષીય સ્તુતિ નામક યુવતી સાથે ધામધૂમથી લગ્ન થયા હતા : નાઈટ પાર્ટીમાં હાજરી આપ્યાના થોડા કલાકો પછી મૃત્યુ થયું : પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ મૃત્યુનું કારણ જાણવા મળી શકશે

લંડન : લંડન સ્થિત ભારતીય મૂળના અબજોપતિ હોટલ વ્યવસાયી વિવેક ચઢ્ઢાનું  અવસાન થયું છે.  33 વર્ષીય વિવેકના હજુ બે માસ પહેલા જ 29 વર્ષીય સ્તુતિ નામક યુવતી સાથે ધામધૂમથી લગ્ન થયા હતા . નાઈટ પાર્ટીમાં હાજરી આપ્યાના થોડા કલાકો પછી મૃત્યુ થયું હોવાનું જાણવા મળે છે. મૃત્યુનું કારણ હજુ સુધી અજ્ઞાત છે. જે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ બાદ જાણવા મળી શકશે.

નાઈન ગ્રુપ નામક કંપનીના સીઈઓ વિવેક યુ.કે.માં 18 હોટેલ તથા 800 જેટલા કર્મચારીઓ ધરાવતી હોટલોના સંચાલક હતા.તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(8:56 pm IST)