મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

ભારત સામેની મેચમાં પહેલા ન્યુઝિલેન્ડને મોટો ઝટકો : સ્ટાર ખેલાડી થઇ શકે બહાર

ન્યુઝિલેન્ડના ખિલાડી માર્ટિન ગુપ્તિલને પાકિસ્તાનની સામેની મેચમાં ઈજા થઈ હતી.

મુંબઈ :  T-20 વલ્ડકપમાં પ્રથમ મેચમાં પાકિસ્તાને ભારતને હરાવી દીધી હતી. જો કે, પાકિસ્તાને બીજી મેચમાં ન્યુઝિલેન્ડને પાંચ વિકેટે હરાવી તેની મુશ્કેલીમાં વધારો કરી દીધો છે. ત્યારે આગામી મેચમાં ભારત અને ન્યુઝિલેન્ડ બન્ને વચ્ચેની આ મેચ ઘણી મહત્વની રહેશે.

ભારત સામે થવા જઈ રહેલ ન્યુઝિલેન્ડની મેચમાં એક મોટો ફટકો પડી શકે તેમ છે. કેમ કે ન્યુઝિલેન્ડના ખિલાડી માર્ટિન ગુપ્તિલને પાકિસ્તાનની સામેની મેચમાં ઈજા થઈ હતી. જેથી તે ભારત સામે રમી શકે તેમ નથી. આ પહેલા ફાસ્ટ બોલર લોકી ફગ્યુર્સનને પગમાં ઈજા થતા તે આખા વલ્ડકપમાં રમી શક્યો ન હતો. ઈજાના કારણે તેની જગ્યાએ એડમ મિલ્ને રમતમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ગુપ્તિલની ઈજાને લઈ કોચે જણાવ્યું છે કે, હમે જોઈશું કે તેનો પગ કેવો છે અને તે રમવા માટે તૈયાર છે કે નહીં. જો કે, તેમની ઈજાને લઈ 24 થી 48 કલાક સુધી દેખરેખ કરવામાં આવશે.

તેણે કહ્યું, ‘અમે રિપ્લેસમેન્ટ માટે ICC સાથે સમાધાન કરવાનો આજે ઘણો પ્રયાસ કર્યો, પરંતુ એવું બન્યું નહીં. તે અમારા માટે ખરેખર નિરાશાજનક હતું કારણ કે એડમ મિલ્ને તે વ્યક્તિ છે જે રિપ્લેસમેન્ટ તરીકે રમવાની રાહ જોઈ રહ્યો છે. અમે તેમના નિર્ણય અંગે સ્પષ્ટતા માંગીશું. સ્ટીડ ખુશ હતો કે તેની ટીમે પાકિસ્તાન સામે સખત લડત આપી. પરંતુ તેણે સ્વીકાર્યું કે ગ્રૂપ 2 ની અન્ય ટીમો હવે સેમિફાઇનલમાં સ્થાન મેળવવા માટે બીજા સ્થાન માટે લડશે.

તેણે કહ્યું, ‘તમે કલ્પના કરશો કે પાકિસ્તાન હવે અમારા જૂથમાં નંબર-વન સ્થાન મેળવવા માટે સૌથી ફેવરિટ છે. અને આપણે બાકીના બીજા સ્થાન માટે લડી રહ્યા છીએ. આવી સ્થિતિમાં ભારત સામેની રમત ઘણી મહત્વની બની જાય છે.

 

(8:17 pm IST)