મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

પ્યારેલાલ અમેરિકામાં મ્યુઝિક કોન્સર્ટ યોજી 'કમબેક' કરશે

સંગીતપ્રેમીઓને તેમની સંમોહક ધૂનોનો જલસો કરાવશે

મુંબઈઃ ફિલ્મ હોય કે લાઇવ પર્ફોર્મન્સ- મ્યુઝિક ડિરેકટર લક્ષ્મીકાંત-પ્યારેલાલની સંગીત જોડીએ સંગીતપ્રેમીઓને દાયકાઓ સુધી મંત્રમુગ્ધ કર્યા છે. જોકે હજી પણ પ્યારેલાલ રામપ્રસાદ શર્મા સંગીતનો જાદુ પાથરી રહ્યા છે. તેઓ ૨૫ વર્ષ પછી અમેરિકામાં એક લાઇવ સંગીત કાર્યક્રમ સાથે 'કમબેક' કરી રહ્યા છે. તેઓ ત્યાં સંગીતપ્રેમીઓને તેમની સંમોહક ધૂનોનો જલસો કરાવશે. જોકે તેમના સાથી લક્ષ્મીકાંતનું ૧૯૯૮માં નિધન થયું હતું.

 વિશ્વમાંથી કોરોના રોગચાળાને લીધે લાગેલું લોકડાઉન પછી સ્થિતિ સામાન્ય થઈ રહી છે. લાઇવ સંગીત કાર્યક્રમની વાત કરતાં અનુભવી સંગીતકાર કહે છે કે મને વિશ્વમાં અનેક ઠેકાણે જવાની તક મળી છે, પણ ૨૫ વર્ષ પછી સારા સંગીતકારો સાથે અમેરિકામાં જઈને કાર્યક્રમ કરવા સાથે અતીતની યાદ અપાવશે. વળી, મારા સાથી લક્ષ્મીકાંત જવાનું મને દુઃખ નથી, કેમ કે તેઓ હરહંમેશ મારી સાથે છે. હાલના મુશ્કેલ સમયમાં પણ સંગીતે અમને સાથે રાખ્યા છે. હું. મારા સંગીતપ્રેમી દર્શકોને ઉત્સાહથી એ યાદો તાજી કરાવીશ. અમે દર્શકો માટે સુરિલા તાર છેડીશું.અમેરિકામાં તેઓ બોલીવૂડના ટોચના સંગીતકારો અને ગાયક કલાકારો અમિત કુમાર, કવિતા ક્રિષ્ણામૂર્તિ, સુદેશ ભોસલ, સાધના સરગમ, પ્રિયંકા મિત્રા અને મોહમ્મદ સલામત સાથે કાર્યક્રમ યોજશે.

આ સંગીત કાર્યક્રમમાં આ ગાયક કલાકારો ૭૦,૮૦ અને ૯૦ના દાયકાની ધૂનો રજૂ કરશે. મે-જૂન, ૨૦૨૨માં અમેરિકા અને કેનેડામાં છ શહેરોનો પ્રવાસ કરશે અને કાર્યક્રમો કરશે. આ કાર્યક્રમ પ્રિયા હૈદર પ્રોડકશનન્સ અને સ્પેલેન્ડિડ ગ્લોબલ એન્ટરટેઇનમેન્ટ ઇન્ક. દ્વારા યોજવામાં આવ્યો છે. મહબૂબ હૈદરે કહ્યું હતું કે અમે એક રેટ્રો કોન્સર્ટ પરત આણવાનો નિર્ણય કર્યો છે, જેને આપણે સૌ યાદ કરી રહ્યા છે.

(4:05 pm IST)