મુખ્ય સમાચાર
News of Wednesday, 27th October 2021

નાર્કોટિક ડ્રગ કેસ : 21 કિલો ચરસના 42 પેકેટ સાથે પકડાયેલા આરોપીના જામીન અલ્હાબાદ હાઇકોર્ટે મંજુર કર્યા : આરોપી 23 ફેબ્રુઆરી, 2021થી જેલમાં છે : સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઇ જામીન મંજુર કર્યા

અલ્હાબાદ : અલ્હાબાદ હાઈકોર્ટે એક આરોપીને જામીન આપ્યા છે, જેની પાસેથી કથિત રીતે 21.3 કિલોગ્રામ (42 પેકેટ) ચરસ મળી આવ્યું હતું.

જસ્ટિસ સિદ્ધાર્થે એક લાલ બાબુ નામક આરોપીના જામીન મંજુર કર્યા છે. જે NDPS એક્ટની કલમ 8 અને 20 હેઠળ 23 ફેબ્રુઆરી, 2021થી જેલમાં બંધ હતો. જામીન મંજુર કરતી વખતે નામદાર કોર્ટે સુપ્રીમ કોર્ટના ચુકાદાને ટાંક્યો હતો.

આરોપીના એડવોકેટ પ્રવીણ કુમાર યાદવે દલીલ કરી હતી કે પોલીસ અધિકારીઓએ નમૂના લેવા માટે માત્ર એક પેકેટમાંથી 100 ગ્રામ ચરસ લીધું હતું. જે NDPS કાયદા હેઠળ સ્થાપિત નમૂનાના નિયમોની વિરુદ્ધ છે.
વધુમાં, એવી દલીલ કરવામાં આવી હતી કે અધિનિયમની કલમ 50 અને 57 નું કોઈ પાલન થયું નથી .

તેનાથી વિપરીત, વધારાના સરકારી એડવોકેટે જામીન અરજી સામે વાંધો ઉઠાવ્યો હતો, એવો દાવો કર્યો હતો કે અરજદારની નિર્દોષતા પ્રી-ટ્રાયલ સ્ટેજ પર નક્કી કરી શકાતી નથી અને પરિણામે, અરજદાર કોઈપણ રીતે જામીનને પાત્ર નથી.

બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ નામદાર કોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા હતા તેવું એલ.ટી.દ્વારા જાણવા મળે છે.

(12:55 pm IST)