News of Tuesday, 27th September 2022
મર્સીડીઝ અને ટ્રેકટર વચ્ચે અકસ્માતઃ ટ્રેકટરના બે ટુકડા
સોશ્યલ મિડીયામાં વિડીયો વાયરલ
નવી દિલ્હ. તા.ર૭ : સોશ્યલ મીડીયામાં એક વિડીયો ખુબજ વાયરલ થયો છે, જેમાં મર્સીડીઝ અને ટ્રેકટર વચ્ચે ટકકર દેખાય છે.જેમાં ટ્રેકટરનો ભુકકો બોલી જતો દર્શાય છે. આ દુઃખદ વીડીયો હોવા છતા યુઝર્સ મર્સીડીઝના વખાણ કરતા થાકતા નથી સાયરસ મિષાીના અકસ્માત વખતે મર્સીડીઝની સેફટીને લઇને અનેક સવાલો ઉઠેલ.
આ વિડીયો આંધ્રના વિરૂપતિ પાસે ચંદ્રગીરી બાયપાસ પરનો હોવાનું કહેવાય છે જેમાં મર્સીડીઝ સાથેની સામ-સામી ટકકરમાં ટ્રેકટરના બે ટુકડા થઇ ગયેલ જો કે વિડીયોમાં ફકત આગળના ભાગને ક્ષતિગ્રસ્ત જોઇ શકાય છે.
(4:08 pm IST)