પાર્ટીમાં દારૂ પીને એવું નાચી છોકરીઓ કે જમીન ફાટી પડી : ખાડામાં પડતાં જોવા જેવી થઈ
ભયાનક નાચવાને કારણે જમીન ફાટી ગઈ અને તેમાં પાંચ છોકરીઓ પડી ગઈ : આ ઘટનાનો વીડિયો વાયરલ
નવી દિલ્હી તા. ૨૭ : મિત્રો સાથે મોજ મસ્તી અને નાચગાન કરવાનું કોને ન ગમે? પરંતુ ક્યારેક નશાની હાલતમાં ન બનવાનું બની જતું હોય છે. પાંચ છોકરીઓ સાથે આવું જ કંઈક બન્યું હતું. પાંચ છોકરીઓ પાર્ટીમાં દારુ પીને એવું ભયાનક નાચી હતી કે જમીન ફાટી ગઈ હતી અને તેમાં તે પડી હતી આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે.
વાયરલ થયેલા વીડિયોમાં કેટલીક છોકરીઓ સાથે તેમના મિત્રો સાથે પાર્ટીમાં ડાન્સ કરી રહી હતી. સોશિયલ મીડિયા પર એક વીડિયો રીડીડ શેર કરવામાં આવ્યો છે, જેને જોઈને વાયરલ થઈ ગયો છે. તેમાં લગભગ ૫-૬ છોકરીઓને વર્તુળાકારે નાચતી બતાવવામાં આવી છે અને પછી તેમના વજનથી નીચે જમીન ફાટી જાય છે અને એક મોટો ગોળાકાર ખાડો રચાય છે અને તેમાં તે પડી જાય છે.
કુલ છ છોકરીઓ ડાન્સ કરતી હતી તેમાંથી માત્ર એક છોકરી બચી ગઈ હતી જયારે બાકીની પાંચ મોટા ભૂવામાં પડી હતી.
સફેદ ડ્રેસવાળી છોકરીએ તેમને પકડવાની કોશિશ કરી હતી પરંતુ તે સફળ થઈ શકી નહોતી. છે. પાર્ટીમાં આવેલી બીજી કેટલીક છોકરીઓ આ જોઈને સ્તબ્ધ થઈ જાય છે અને જયાં અત્યાર સુધી મ્યુઝિક પર મજા આવે છે ત્યાં ચીસો સંભળાઈ રહી છે.
આ ઘટનાનો એક વીડિયો વાયરલ થયો છે અને લોકોએ કહ્યું કે માપે પીવો જોઈએ, આ રીતે નચાતું હશે. આ વીડિયો યુપીનો હોવાનું કહેવાય છે. ત્યાં કોઈ સારા પ્રસંગે પાર્ટીનું આયોજન થયું હતું અને છોકરીઓ ચીક્કાર દારુ પીધો હતો અને પછી નાચવાનું શરુ કર્યું હતું.