મુખ્ય સમાચાર
News of Monday, 27th September 2021

EPS-95 પેન્સનરોનું સોમવારે પંજાબમાં રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન

રાજકોટ તા. ર૭: EPS 95 પેન્સનરોનું રાષ્ટ્રીય આંદોલન સમિતિ પંજાબ અને હરિયાણાના સંયુકત આગેવાની નીચે એક સંમેલન આગામી તા. ૪ ઓકટોબરના પંજાબના યમુનાનગર ખાતે યોજવામાં આવેલ છે.

જેમાં EPS 95 ના રાષ્ટ્રીય પ્રેસિડેન્ટ શ્રી કમાન્ડર અશોકરાઉતજી રાષ્ટ્રીય સેક્રેટરી વિરેન્દ્રસિંહજી અને દેશના તમામ રાજયો હોદેદારો આ સંમેલનમાં હાજરી આપશે.

સંમેલનમાં નેશનલ લેવલની EPS 95 ની માંગણીઓ રૂ. 7500+DA+ મેડિકલ માટેના હવે પછીના આંદોલન કાર્યક્રમ અંગે તેમજ વાસ્તવિક પેન્સન કેસ બાબતે સુપ્રિમ કોર્ટે આપેલા ચૂકાદાથી સરકાર પડકાર અંગે રણનીતિ નકિક કરવામાં આવશે. રાજયો અને દેશભરના તમામ EPS 95 ના તમામ વિભાગના પેન્સનર ભાઇઓ અને બહેનોને સંમેલનમાં ભાગ લેવા ગમનભાઇ દવે વાઇસ પ્રેસિડેન્ટ ઓફ નેશનલ એજિટેકશન કમિટિએ અનુરોધ કરેલ છે.

(3:36 pm IST)