મુખ્ય સમાચાર
News of Monday, 27th September 2021

નવી સુવિધાઃ RTOના ધક્કા ખાવાના દિવસો ગયા

હવે કાર કંપનીઓ, ઓટોમોબાઇલ એસોસિએશન અને એનજીઓને પણ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવશેઃ લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ આપી શકશે

નવી દિલ્હી, તા.૨૭: કેન્દ્ર સરકારે ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા અંગે મોટી જાહેરાત કરી છે. હવે કાર કંપનીઓ, ઓટોમોબાઇલ એસોસિએશન અને એનજીઓને પણ ડ્રાઇવિંગ ટ્રેનિંગ સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવશે. આ સંસ્થાઓ તેમના સેન્ટરોમાં ટ્રેનિંગ પાસ કરનારા લોકોને ડ્રાઇવિંગ લાઇસન્સ પણ આપી શકશે. હવે તમારે લર્નિંગ લાયસન્સ માટે પરિવહન વિભાગની કચેરીઓમાં જવું પડશે નહીં. જો કે, વાહનોના રજીસ્ટ્રેશન (આરસી) માટે, તમારે હજુ આરટીઓમાં જવું પડશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) એ આ અંગે નોટિસ જારી કરી છે. જો કે, રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ (RTO) પહેલાની જેમ ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનું ચાલુ રાખશે.

DL ને લઈને કેન્દ્ર સરકારની મોટી જાહેરાત

માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલયની નોટિસ અનુસાર, હવે કાર બનાવતી કંપનીઓ, ઓટો મોબાઇલ એસોસિએશન અને એનજીઓને પણ ડ્રાઇવિંગ લાઇસન્સ માટે ટ્રેનિંગ સ્કૂલ ખોલવાની મંજૂરી આપવામાં આવશે. હવે આ કંપનીઓ ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરનારાઓને ડ્રાઇવિંગ લાઇસન્સ આપી શકશે.

આ સેવાઓ માટેની સૂચનાઓ સમયાંતરે જારી કરવામાં આવે છે

તમને જણાવી દઈએ કે કેન્દ્ર સરકાર ડ્રાઈવિંગ લાયસન્સ અને તેને લગતી દ્યણી સેવાઓ અંગે સમયાંતરે જરૂરી માર્ગદર્શિકા જારી કરતી રહે છે. ખાસ કરીને તાજેતરના સમયમાં, યુપી, બિહાર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્ત્।રાખંડ, દિલ્હી-એનસીઆર અને ઝારખંડ જેવા રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોએ લર્નિંગ લાયસન્સ અને વાહનોના રજીસ્ટ્રેશન માટે નવા નિયમો લાગુ કર્યા છે. તે જ સમયે, કેટલાક રાજયોમાં, હવે માત્ર ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવી રહી છે.

કોરોના કાળમાં, દેશના લગભગ તમામ રાજયોના પરિવહન વિભાગે લર્નિંગ લાયસન્સ માટે ફી જમા કરવાની વ્યવસ્થા બદલી છે. હવે નવી સિસ્ટમ અંતર્ગત સ્લોટ બુક થતાં જ લર્નિંગ લાયસન્સ માટે પૈસા જમા કરાવવાના રહેશે. પૈસા જમા કરાવતા જ તમારી અનૂકુળતા મુજબ ટેસ્ટની તારીખ પણ ઉપલબ્ધ થઇ રહી છે.

લાયસન્સ સંબંધિત સેવાઓ માટે, વ્યકિતએ પરિવહન વિભાગની વેબસાઇટ પર જવું પડશે અને ડ્રાઇવિંગ લાઇસન્સ સેવાઓ પર કિલક કરવું પડશે. ફોર્મ ભરતી વખતે તમારે તમારા DL નંબર સાથે અન્ય પર્સનલ ડિટેલ્સ આપવી પડશે. તેના ડ્રાઇવિંગ લાઇસન્સને લગતા વધુ મહત્વના ડોકયુમેન્ટ્સ વેબસાઇટ પર અપલોડ કરવાના રહેશે. આરટીઓ ઓફિસમાં બાયોમેટ્રિક ડિટેલ્સ તપાસ્યા બાદ તમારા તમામ ડોકયુમેન્ટ્સને વેરિફાય કરવામાં આવશે. આ પછી તમારું લાઇસન્સ રિન્યૂ કરવામાં આવશે.

(3:33 pm IST)