મુખ્ય સમાચાર
News of Monday, 27th September 2021

' અગલે બરસ જલ્દી આના ' : અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં ' ગણેશ મહોત્સવ ' ઉજવાયો :10 થી 18 સપ્ટે.2021 દરમિયાન કરાયેલી ઉજવણી અંતર્ગત દરરોજ પૂજા ,આરતી , તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા : 18 સપ્ટે.ના રોજ ગણેશ વિસર્જન કરાયું


દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : ' અગલે બરસ જલ્દી આના ' નાદ સાથે  અમેરિકાના ન્યૂજર્સીમાં આવેલા શ્રી દ્વારકાધીશ મંદિરમાં ' ગણેશ મહોત્સવ ' ઉજવાઈ ગયો.

શ્રી દ્વારકાધીશ મંદિર, 717, વોશિંગટન રોડ ,પાર્લીન ન્યુજર્સી મુકામે ભક્તિ ઇન્ક.ના ઉપક્રમે 10 થી 18 સપ્ટે.2021 દરમિયાન કરાયેલી ઉજવણી અંતર્ગત દરરોજ પૂજા ,આરતી , તથા સાંસ્કૃતિક કાર્યક્રમોના આયોજનો કરાયા હતા.બાદમાં18 સપ્ટે.ના રોજ ગણેશ વિસર્જન કરાયું હતું.

ઉત્સવ અંતર્ગત 17 ફૂટની ગણેશજીની મૂર્તિ રાખવામાં આવી હતી .તથા એક નાની મૂર્તિ રાખવામાં આવી હતી. જે પૈકી નાની મૂર્તિનું 18 સપ્ટે.ના રોજ વિસર્જન કરાયું હતું.

વિશેષ માહિતી મંદિરના કોન્ટેક નં 732-254-0061 દ્વારા અથવા www.dwarkadhishtemple.org દ્વારા મેળવી શકાશે તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

 

(1:37 pm IST)