મુખ્ય સમાચાર
News of Monday, 27th September 2021

નવા સંસદ ભવન- સેન્ટ્ર્લ વિસ્ટા પ્રોજેક્ટની સાઈટ પર પહોંચ્યા વડાપ્રધાન મોદી : નિર્માણકાર્યનું કર્યું નિરીક્ષણ

બાંધકામ સાઈટ પર એક કલાક સુધી રોકાયા : પીએમ મોદીએ સરપ્રાઈઝ વિઝીટ લઇ સંબંધિત અધીકારીઓ પાસેથી નિર્માણકાર્યની જાતમાહિતી મેળવી

નવી દિલ્હી : વડાપ્રધાન ર મોદીએ રવિવારે રાત્રે  8.45 વાગ્યે નવી દિલ્હીમાં નવા સંસદ ભવનના નિર્માણ સ્થળની મુલાકાત લીધી હતી . તેમણે સ્થળ પર લગભગ એક કલાક વિતાવ્યો અને નવા સંસદ ભવનના નિર્માણનું નિરીક્ષણ કર્યું.હતું  આ દરમિયાન પીએમ મોદીએ સુરક્ષા ધોરણોનું ધ્યાન રાખ્યું હતું. તેણે માથા પર હેલ્મેટ પહેર્યું હતું. વડાપ્રધાન મોદીએ  નવા સંસદ ભવનના નિર્માણ કામ અંગે સંબંધિત અધીકારીઓ પાસેથી જાતમાહિતી મેળવી હતી.

 અત્રે ઉલ્લેખનીય સંસદ માટે નવા ભવનનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તે 2022 માં તૈયાર થવાની ધારણા છે. નવું સંસદ ભવન ત્રિકોણાકાર આકારનું હશે. તે વર્ષ 2022 માં દેશના 75 માં સ્વતંત્રતા દિવસ સુધીમાં તૈયાર થવાની ધારણા છે. સરકાર નવા મકાનમાં વર્ષ 2022 નું ચોમાસુ સત્ર બોલાવવા માંગે છે.

(12:00 am IST)