મુખ્ય સમાચાર
News of Sunday, 27th September 2020

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીને કોરોના વળગ્યો

હરિદ્વાર નજીક વંદેમાતરમ 'કુંજ' ઉતરાખંડમાં કવોરન્ટાઇન થયા : તેમના સંપર્કમાં આવેલા સાથી કાર્યકરોને ટેસ્ટ કરાવવા અપીલ

નવી દિલ્હી : મધ્યપ્રદેશના પૂર્વમુખ્યમંત્રી ઉમા ભારતી કોરોનાથી સંક્રમિત થયા છે. તેઓને 3 દિવસથી તાવ આવતો હોવાના કારણે કોરોના ટેસ્ટ કરાવાયો હતો. તમામ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા છતા તેઓ સંક્રમિત થયા હતા. હાલમાં ઉમા ભારતી ઋશિકેશ અને હરિદ્વારની વચ્ચે વંદે માતરમ કુંજમાં ક્વોરન્ટાઇન થયા છે.

ઉમા ભારતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેઓએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે તેમના સંપર્કમાં આવેલા તમામ સાથી કાર્યકરો પોતાનો ટેસ્ટ કરાવે. સગવડતા હેતુ તેઓ અત્યારે ઉત્તરાખંડમાં ક્વોરન્ટાઈન થયા છે.

ઉમા ભારતીએ ટ્વિટમાં લખ્યું છે કે હું તમને જાણ કરી રહી છું કે મને આજે પહાડી યાત્રા સમાપ્ત કર્યાના છેલ્લા દિવસે કોરોના ટેસ્ટ કરાવવાનું કહેતા મેં ટેસ્ટ કરાવ્યો છે. મને 3 દિવસથી સામાન્ય તાવ રહેતો હતો. મને રિપોર્ટમાં કોરોના પોઝિટિવ હોવાની સૂચના મળી છે. હું હિમાલયમાં કોરોનાના દરેક નિયમો અને સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહી હતી. છતાં હું કોરોના પોઝિટિવ આવી છું. અત્યારે હું વંદેમાતરમ કુંજમાં ક્વોરન્ટાઈન થઈ છું. મારા પરિવાર દેવો છે. 4 દિવસ બાદ ફરી ટેસ્ટ કરાવીશ અને સ્થિતિ આવી રહેશે તો ડોક્ટરની સલાહ અનુસાર કામ કરીશ.

(2:20 pm IST)