મુખ્ય સમાચાર
News of Tuesday, 27th July 2021

લોહાણા સમાજના પ્રથમ યુવા ખેલાડી ગૌરવ વરુણ ઠક્કરએ ઓલમ્પિક્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

ભારત પ્રથમવાર જ Sailing સ્પર્ધામાં ઓલમ્પિક માટે ક્વાલીફાઈ થયેલ વરુણ ઠક્કર ૨૦૧૮માં યોજાયેલ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે

લોહાણા સમાન ગૌરવ એવા  વરુણ ઠક્કર ટોક્યો, જાપાન ખાતે ચાલી રહેલ ટોક્યો ઓલમ્પિક્સ ૨૦૨૦માં Sailing સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે.

 

૨૬ વર્ષના શ્રી વરુણ ઠક્કર લોહાણા સમાજના પ્રથમ યુવા ખેલાડી છે કે જેઓ ઓલમ્પિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે  ભારત પ્રથમવાર જ Sailing સ્પર્ધામાં ઓલમ્પિક માટે ક્વાલીફાઈ થયેલ છે જેમાં વરુણ ઠક્કર અને કેલાપાન્ડા ગણપતિ ની ટીમ Men’s Skiff -49er ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે.
 આ અગાઉ  વરુણ થક્કર ૨૦૧૮માં યોજાયેલ એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડાલિસ્ટ અને એશિયન ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતી ચુક્યા છે

(11:44 pm IST)